નવી દિલ્હીઃ મુખ્ય ચૂંટણી અધિકારીએ આ અંગે કહ્યું કે, વિધાનસભા ચૂંટણીમાં બૂથ પર મોબાઈલ લઈને જવાશે નહીં. જે 11 જિલ્લામાં ડિઝિટલ ક્યૂ-આર કોડની વ્યવસ્થા આપવામાં આવી છે, ત્યાં ફોટો વૉર સ્લિપ ડાઉનલૉડ કરીને પ્રિન્ટ લઇ જવાની સલાહ આપવામાં આવી છે.
દિલ્હી વિધાનસભા ચૂંટણી : બૂથમાં હવે મોબાઈલ પ્રતિબંધ - દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020ના તાજા સમાચાર
આવનારી 8 ફેબ્રુઆરીના રોજ થનારી ચૂંટણીમાં દિલ્હીના મતદાતા બૂથ પર મોબાઈલ લઇને જઇ શકશે નહીં. દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીએ આ અંગે માહિતી આપી છે.
દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારી રણબીર સિંહે કહ્યું કે, અગાઉ ટ્રે પર મોબાઈલ રાખીને બૂથ પર લઇ જવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો. આ લગભગ નક્કી પણ કરી દેવામાં આવ્યું હતું. જો કે, ચર્ચા દરમિયાન એ વાત સામે આવી તે, લોકો ફોનનો ઉપયોગ કરીને સંપૂર્ણ પ્રક્રિયાને સોશિયલ મીડિયા અથવા અન્ય પ્લેટફોર્મમાં શેર કરે છે. જેથી આ વખતની ચૂંટણીમાં મોબાઈલ લઇ જવાની પરવાનગી આપવામાં આવી નથી.
11 જિલ્લામાં QR કોડની વ્યવસ્થા
સિંહે કહ્યું કે, 11 જિલ્લામાં એક-એક પોલિંગ સ્ટેશન પર ડિઝિટલ QR કોડની વ્યવસ્થા કરવામાં આવી છે. જો કે, તેમની સલાહ છે કે જે લોકો પાસે ફોટા વૉટર સ્લિપ નથી, તે CEO દિલ્હીની વેબસાઈટ પર જઇને એને ડાઉનલૉડ કરી પોતાની સાથે રાખે. તેનાથી તમામનુ કામ સરળ બની જશે.