શ્રીનગર: બુધવારે સુરક્ષા દળો સાથેની એન્કાઉન્ટરમાં હિઝબુલ મુજાહિદ્દીન કમાન્ડર રિયાઝ નાયકુની હત્યાના પગલે ત્રણ દિવસ માટે મોબાઈલ સેવા બંઘ કરવામાં આવી હતી. જો કે, હવે પરિસ્થિતી કાબૂમાં આવતા શુક્રવારે રાત્રે કાશ્મીર ખીણમાં મોબાઇલ ફોન સેવાઓ પુનઃસ્થાપિત કરવામાં આવી હતી.
એન્કાઉન્ટર બાદ કાશ્મીરમાં ફોન સેવાઓ પુનઃ સ્થાપિત કરાઈ - કાશ્મીરમાં ફોન સેવા કરાઈ બંધ
કાશ્મીરમાં એન્કાઉન્ટર બાદ પરિસ્થિતિ કાબૂમાં આવતાં શુક્રવારે ફોન સેવાઓ પુનઃ સ્થાપિત કરવામાં આવી હતી.
![એન્કાઉન્ટર બાદ કાશ્મીરમાં ફોન સેવાઓ પુનઃ સ્થાપિત કરાઈ Kashmir](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7121797-698-7121797-1588989151603.jpg)
Kashmir
અધિકારીઓએ જણાવ્યું હતું કે, મોબાઈલ ઇન્ટરનેટ સેવાઓ પુનઃસ્થાપિત કરવાનો નિર્ણય પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યા પછી યોગ્ય સમયે લેવામાં આવશે. બુધવારે દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં સલામતી દળો સાથેના એન્કાઉન્ટરમાં નાયકની હત્યા થયા બાદ અધિકારીઓએ કાશ્મીર ખીણમાં બીએસએનએલ પોસ્ટપેડ સિવાય 2 જી મોબાઇલ ઇન્ટરનેટને ઝડપી પાડ્યા હતા.