જમ્મૂ કાશ્મીરમાં સ્થિતિ વધુ ગંભીર બની રહી છે. સમગ્ર કાશ્મીરમાં 15 ઓગસ્ટ સુધી ઇન્ટરનેટ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. તો કાશ્મીર યુનિવર્સિટીની તમામ પરીક્ષાઓ હાલ પૂરતી રદ્દ કરી દેવામાં આવી છે.પ્રાપ્ત જાણકારી પ્રમાણે જમ્મૂ કાશ્મીરમાં હાલની સ્થિતિને ધ્યાને રાખી અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે. જેમાં 15 ઓગસ્ટ સુધી ઇન્ટરનેટ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. તો કાશ્મીરમાં સ્થિત તમામ યુનિવર્સિટીમાં 5 ઓગસ્ટથી 10 ઓગસ્ટ સુધી લેવામાં આવનારી તમામ પરીક્ષા પોસ્ટપોન્ડ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.તો આ સાથે જ અમરનાથ યાત્રા પર રોકી દેવામાં આવી છે.
જમ્મુ-કાશ્મીરમાં ઇન્ટરનેટ સેવા બંધ, શાળા-કોલેજો બંધ, દેશના તમામ રાજ્યમાં એલર્ટ
જમ્મૂ કાશ્મીર: જમ્મુ કાશ્મીરમાં કંઈક મોટું થવાની આશંકાઓ સેવાઇ રહી છે, ત્યારે રવિવારે રાત્રે કાશ્મીરમાં મોબાઈલ ઇન્ટરનેટ સેવાઓ આંશિક સ્થગિત કરવામાં આવી છે. જ્યારે ઓમર અબ્દુલ્લા, મહેબુબા મુફ્તિ, સજ્જાદ લોનને નજરકેદ કરવામાં આવ્યાના બિનસત્તાવાર અહેવાલ પ્રાપ્ત થયા છે. જમ્મુમાં સોમવારે તમામ શાળા, કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓ સુરક્ષા કારણોસર બંધ રાખવાનો જમ્મુના ડેપ્યુટી કમિશ્નર સુષ્મા ચૌહાણે આદેશ આપ્યો છે.
ફાઇલ ફોટો
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા થોડા સમય પહેલા જ જમ્મુ કાશ્મીરમાં વધુ સૈનિકો મોકલવામાં આવ્યા છે, ત્યારબાદ અમરનાથ યાત્રા રોકી દેવામાં આવી છે તથા તમામ પર્યટકોને જમ્મુ કાશ્મીર છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સિવાય હોટેલમાં ચૂસ્ત ચેકિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.
Last Updated : Aug 5, 2019, 10:00 AM IST