શ્રીનગરઃ આતંકી અથડામણ દરમિયાન બંધ કરવામાં આવેલી મોબાઈલ ઈન્ટરનેટ સેવા 17 કલાક બાદ રવિવારે રાત્રે ફરી શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લાના ઝુન્નમાર વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે શરૂ થયેલી અથડામણના સમયથી મોબાઈલ ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી હતી.
શ્રીનગરમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવા પુનઃ શરૂ કરાઈ - આતંકીવાદી
શ્રીનગરમાં 17 કલાક બાદ મોબાઈલ ઈન્ટરનેટ સેવા ફરીવાર શરૂ કરવામાં આવી છે.

Mobile Internet
સ્થાનિક અધિકારીના જણાવ્યા અનુસાર જિલ્લામાં રવિવારની વહેલી સવારે 6 વાગ્યાથી આંતકીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટરની શરૂઆત થઈ હતી. જેમાં 3 આતંકીઓ ઠાર મરાયા હતા. અથડામણની શરૂઆત થયા બાદ સમગ્ર જિલ્લામાં મોબાઈલ ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો જે 17 કલાક સુધી ચાલુ રખાયા બાદ રવિવારે રાત્રે પ્રતિબંધ હટાવી મોબાઈલ ઈન્ટરનેટ સેવા ફરીવાર શરૂ કરી દેવામાં આવી હતી.