ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બરેલીમાં ટોળાએ કર્યો પોલીસ પર હુમલો, IPS અધિકારી ઘાયલ - ઉત્તર પ્રદેશના બરેલી

ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લામાં લોકડાઉનનું ઉલ્લંઘન કરી રહેલા લોકોને રોકવા પહોંચેલી પોલીસ ટીમ પર અસામાજીક તત્વોએ હુમલો કર્યો હતો. હુમલામાં એક IPS અધિકારી સહિત કેટલાક પોલીસ કર્મીઓ ઘાયલ થયા છે. આ ઘટના ઈજ્જતનગર થાના વિસ્તારના કરમપુર ચૌધરી ગામની છે.

બરેલીમાં ટોળાએ કર્યો પોલીસ પર હુમલો
બરેલીમાં ટોળાએ કર્યો પોલીસ પર હુમલો

By

Published : Apr 7, 2020, 12:04 AM IST

બરેલી :ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લામાં લોકડાઉનનું ઉલ્લંઘન કરી રહેલા લોકોને રોકવા પહોંચેલી પોલીસ ટીમ પર અસામાજીક તત્વોએ હુમલો કર્યો હતો.પોલીસનો દાવો છે કે, ટોળામાં હાજર કેટલાક અસામાજિક તત્વોએ પોલીસ ચોકી સળગાવવાની ધમકી પણ આપી છે. પોલીસ પર હુમલા કરનાર લોકોની સંખ્યાં 300 થી 400ની વચ્ચે જણાવવામાં આવી રહી છે.

વેરિયર વન ચોકી પોલીસને ઇનપુટ મળ્યા હતા કે, કરમપુર ચૌધરી ગામમાં લોકો લોકડાઉનનું ઉલ્લંઘન કરી રહ્યાં છે. ગ્રુપ બનાવી માર્ગો પર ફરી રહ્યા છે. સાથે જ ગામ્રજનો કેટલાક બહારથી આવેલા લોકોની જાણકારી પણ છુપાવી રહ્યા છે. ઘાયલ આઈપીએસ અધિકારી અભિષેક વર્માએ જણાવ્યું કે, પોલીસ ટીમ જમાતીઓને શોધવા માટે ગામમાં ગઈ હતી, અહીં લોકો લોકડાઉનનું પાલન નહતો કરી રહ્યાં.

જોકે તમાથી કેટલાક લોકોને પકડી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા, પરંતુ ત્યારબાદ ગ્રામ પ્રધાન તસબ્બુર ખાંની ઉશ્કેરણી બાદ ટોળાએ પોલીસ ચોકી પર હુમલો કર્યો હતો અને ચોકીને આગ લગાવવા અને તોડવાનો પ્રયત્ન કર્યો હતો. જેની જાણકારી ઉપરી અધિકારીઓને કરવામાં આવી હતી. ત્યારબાદ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને પોલીસે લાઠીચાર્જ કરી ટાળોને વિખેરી અને ગામ તરફ ભગાડ્યા હતા.

ઘટનાના સંબંધમાં બરેલી એસએસપી શૈલેશ કુમાર પંડ્યાએ જણાવ્યું કે, બબાલમાં અત્યાર સુધીમાં 43 લોકોની ધરપકડ કરવામાં આવી છે,બાકી લોકોની ઓળખ કરી કાર્યવાહી કરવામાં આવશે. કોઇને પણ છોડવામાં આવશે નહીં

ABOUT THE AUTHOR

...view details