મુંબઇ: રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)એ પાકિસ્તાની અને બાંગ્લાદેશી ઘુસણખોરો વિશે સચોટ માહિતી આપનારાઓને 5,000 રૂપિયા ઇનામ આપવાનું જણાવ્યું છે. હકીકતમાં મનસેએ મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં પોસ્ટર લગાવ્યા છે. જેમાં લખ્યું છે કે, પાકિસ્તાની અને બાંગ્લાદેશી ઘુસણખોરો વિશે સચોટ માહિતી આપનારાઓને 5,000 રૂપિયા ઇનામ આપવામાં આવશે.
રાજ ઠાકરેની MNSએ ઘુસણખોરોની માહિતી આપનારને 5000ના ઈનામની જાહેરાત કરી - પાકિસ્તાની અને બાંગ્લાદેશી ઘુસણખોરો વિશે સચોટ માહિતી આપનારાઓને 5,000 રૂપિયા ઇનામ
રાજ ઠાકરેની પાર્ટી MNS મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ ઘુસણખોરોને લઈને વિવાદિત પગલું ભર્યું છે. હકીકતમાં ઘુસણખોરોને ઓળખવા માટે MNSએ મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં પોસ્ટર લગાવ્યા છે. જેમાં લખવામાં છે કે, પાકિસ્તાની અને બાંગ્લાદેશી ઘુસણખોરો વિશે સચોટ માહિતી આપનારાઓને 5,000 રૂપિયાનું ઇનામ આપવામાં આવશે.
રાજ ઠાકરે
તાજેતરમાં જ દેશમાં નાગરિકતા સુધારા કાયદા (CAA)ને લઈને મોટો વિવાદ સર્જાયો છે. ત્યારે મહારાષ્ટ્ર સુધી મર્યાદિત પ્રાદેશિક પક્ષ મનસેની આ જાહેરાત સામે આવી છે. નાગરિકતા સુધારો કાયદા (CAA)ના સમર્થનમાં 9 ફેબ્રુઆરીએ મનસેના વડા રાજઠાકરેએ મોટી રેલી યોજી હતી. આ મેગા રેલીનું આયોજન મુંબઈમાં કરવામાં આવ્યું હતું. જેમાં એક લાખથી વધુ લોકોએ ભાગ લીધો હતો.