ગુજરાત

gujarat

ETV Bharat / bharat

તબલીઘી જમાતના લોકો પર રાજ ઠાકરેનું વિવાદિત નિવેદન, કહ્યું કે.... - રાજ ઠાકરે ન્યૂજ

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પ્રમુખ રાજ ઠાકરેએ તબલીઘી જમાતાના લોકોને લઈ વિવાદિત નિવેદન આપ્યું છે. શનિવારે યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં રાજ ઠાકરેએ કહ્યું કે, તેમણે આ મુદે ઉદ્ધવ ઠાકરે સામે વાત કરી છે અને આ લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.

raj thackerey
raj thackerey

By

Published : Apr 4, 2020, 7:49 PM IST

નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પ્રમુખ રાજ ઠાકરે તબલીઘી જમાતાના લોકોને લઈ વિવાદિત નિવેદન આપ્યું છે. શનિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં રાજ ઠાકરેએ કહ્યું કે તેમણે આ મુદ્દે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે સાથે વાતચીત કરી છે. આ સાથે જ તેમણે તબલીઘી જમાતના લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

રાજ ઠાકરેએ કહ્યું કે,' જમાતમાં સામેલ થયેલા આ લોકોનું આવું વર્તન સહન કરવા જેવું નથી. તેમજ કોઈ પણ પ્રકારની સારવાર આપવાની જરૂર નથી, આ લોકોને ગોળીએ મારી દેવા જોઈએ.'

આ દરમિયાન ઠાકરેએ થૂંક દ્વારા વાઈરસ ફેલાવનારા સામે પણ કડક વલણ દાખવી ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે , 'આ લોકો સામે પણ સખ્ત કાર્યવાહી થવી જોઈએ. આવા હરામી લોકો ધ્યાન રાખે કે લોકડાઉન પુર્ણ થઈ ગયા પછી પણ અમે છીએ.'

ABOUT THE AUTHOR

...view details