ગુજરાત

gujarat

By

Published : Jul 12, 2020, 11:36 PM IST

ETV Bharat / bharat

મુખ્યપ્રધાન અશોક ગેહલોત મીડિયા પર ખોટા આરોપ લગાવી રહ્યા છે: હનુમાન બેનીવાલ

રાજસ્થાનના રાજકારણમાં ચાલી રહેલા રાજકીય સંગ્રામ વચ્ચે ફરી એકવાર RLP સંયોજક અને સાંસદ હનુમાન બેનીવાલે મુખ્ય પ્રધાન અશોક ગેહલોત પર નિશાન સાધ્યું છે.

મુખ્યપ્રધાન અશોક ગેહલોત મીડિયા પર ખોટા આરોપ લગાવી રહ્યા છે: હનુમાન બેનીવાલ
મુખ્યપ્રધાન અશોક ગેહલોત મીડિયા પર ખોટા આરોપ લગાવી રહ્યા છે: હનુમાન બેનીવાલ

જયપુર: RLP સંયોજક અને સાંસદ હનુમાન બેનીવાલે ફરી એકવાર રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત પર નિશાન સાધ્યું છે. SOG દ્વારા અશોક ગેહલોત અને નાયબ મુખ્ય પ્રધાન સચિન પાયલટને નેતાઓની ખરીદ-ફરોખ્ત મુદ્દે નોટિસ ફટકારવામાં આવતા મીડિયા દ્વારા અમુક સમાચારો પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે બાદ મુખ્ય પ્રધાન અશોક ગેહલોત દ્વારા મીડિયાને નોટિસ વાઇરલ કરવા અંગે આક્ષેપ કરવામાં આવ્યો હતો.

મુખ્યપ્રધાન અશોક ગેહલોત મીડિયા પર ખોટા આરોપ લગાવી રહ્યા છે: હનુમાન બેનીવાલ

અશોક ગેહલોતની ટ્વીટનો જવાબ આપતા બેનીવાલે જણાવ્યું કે, મુખ્ય પ્રધાન અશોક ગેહલોત બઘવાઈ ગયા છે અને SOG તરફથી નોટિસ મળ્યા બાદ જનતા તેમની ટીકા કરી રહી છે. આથી અશોક ગેહલોત મીડિયા પર ખોટા આક્ષેપ મૂકી રહ્યા છે. નોટિસ 10 જુલાઈએ પાઠવવામાં આવી હતી અને તેમને શનિવારે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, પરંતુ તેમાં આ અંગે કોઈ ઉલ્લેખ કર્યો ન હતો, બાદમાં આ સમાચાર વાઇરલ થતા તેમને સામાન્ય કાર્યવાહીનો ભાગ છે. તેમ જણાવ્યું હતું.

મુખ્યપ્રધાન અશોક ગેહલોત મીડિયા પર ખોટા આરોપ લગાવી રહ્યા છે: હનુમાન બેનીવાલ

હનુમાન બેનીવાલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની એજન્સીના માધ્યમથી મુખ્ય પ્રધાન પોતે જ આ પ્રકારની પ્રવૃત્તિઓ કરાવી રહ્યા છે અને કોંગ્રેસ પક્ષના ઘણા નેતાઓ પક્ષ છોડી જવા આતુર છે. આથી અશોક ગેહલોત હરકતમાં આવી ગયા છે. આ સાથે ટ્વીટરના માધ્યમથી અશોક ગેહલોતને મીડિયાની માફી માંગવા પણ બેનીવાલે હતું.

મુખ્યપ્રધાન અશોક ગેહલોત મીડિયા પર ખોટા આરોપ લગાવી રહ્યા છે: હનુમાન બેનીવાલ

ABOUT THE AUTHOR

...view details