નવી દિલ્હીઃ કાલકાજીથી આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ આતિશીએ કોરોના સામેની લડાઇ જીતી લીધી છે. આમ આદમી પાર્ટીના નેતા અને કાલકાજીના ધારાસભ્ય, આતિશી કોરોનાને ચેપ લાગ્યો હતો. ત્યારબાદ તેઓ હોમ ક્વૉરન્ટીન થઈ ગયા હતા, જ્યાં તેમની સારવાર થઈ હતી. હવે તેઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા છે. આતિશી કામ પર પાછા આવશે તે માહિતી ટ્વિટર દ્વારા આપી હતી.
દિલ્હીઃ કાલકાજીથી ધારાસભ્ય આતિશીએ કોરોના સામે જીત્યો જંગ - કાલકાજી ધારાસભ્ય આતિશી
કાલકાજીથી આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ આતિશીએ કોરોના સામેની લડાઇ જીતી લીધી છે. આમ આદમી પાર્ટીના નેતા અને કાલકાજીના ધારાસભ્ય, આતિશી કોરોનાને ચેપ લાગ્યો હતો. ત્યારબાદ તેઓ હોમ ક્વૉરન્ટીન થઈ ગયા હતા, જ્યાં તેમની સારવાર થઈ હતી. હવે તેઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા છે. આતિશી કામ પર પાછા આવશે તે માહિતી ટ્વિટર દ્વારા આપી હતી.
કાલકાજીના આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ ટ્વીટ કર્યું છે કે, હું ખુશ છું કે મારા ડૉક્ટરે મને કહ્યું છે કે, હવે તમે કોરોનાથી સ્વસ્થ થયા છો. ત્યારબાદ હોમ આઈસોલેશન પૂર્ણ થયું છે અને હું પોતાના કામ પર પાછી જઈ શકું છું. આ ટ્વિટમાં તેમણે તમામ લોકોનો આભાર માન્યો છે.
રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે. હવે રાજધાની દિલ્હીમાં કોવિડ-19 કેસની સંખ્યા 90 હજારની નજીક પહોંચી ગઈ છે. પરંતુ રાહતની વાત છે કે ઘણા લોકો કોરોનાની લડાઇ જીતીને સારી થઈ રહ્યાં છે. કાલકાજીથી ધારાસભ્ય આતિશી પણ કોરોનાને માત આપીને સ્વસ્થ થઈ છે.