રાજસ્થાન: કરૌલી અને ઉત્તરપ્રદેશના બાગપત બાદ ગોંડા જિલ્લામાં એક પુજારી પર હુમલો કરવામાં આવ્યો હતો. ગોંડામાં રામ જાનકી મંદિરના પુજારી સમ્રાટ દાસની શનિવારે ગોળી મારવામાં આવી હતી. આ પહેલા કરૌલીમાં પુજારીને જીવતા સળગાવવામાં આવ્યા હતા. જ્યારે બાગપતમાં નદીમાં સાધુનો મૃતદેહ મળવાની ઘટના સામે આવી હતી.
જણાવવામાં આવી રહ્યું છે કે, બદમાશોએ મંદિર પરિસરમાં ધુસી પુજારીને ગોળી મારી છે. મહંત સમ્રાટ દાસ પર જમીન વિવાદને લઈ હુમલો થયો છે. જમીન વિવાદને લઈ આ પહેલા પણ હુમલો થયો હતો.