નાણાં પ્રધાને કહ્યું કે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ પોતાને ઇસ્લામિક દેશો કહે છે અને ભારત એક ધર્મનિરપેક્ષ દેશ છે. તેઓએ કોંગ્રેસ પર પણ પ્રહાર કરતા કહ્યું હતું કે, જ્યારે કોંગ્રેસ સત્તામાં હોય ત્યારે, તેઓ હિન્દુઓ સિવાય દરેકને સમાન મહત્વ આપે છે
ભારતીય નાગરિકતા લેવા ઇચ્છતા હોય, તો ભારતીય એક્ટ હેઠળ અરજી કરવી પડશે : નાણાં પ્રધાન - કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સિતારમણે
જયપુરઃ કેન્દ્રીય નાણાં પ્રધાન સીતારમણ રવિવારના રોજ જયપુર ખાતે પહોંચ્યા હતાં. નાણાં પ્રધાને ભાજપ કાર્યાલયમાં કાર્યકર્તાઓને સંબોધન કરતા કહ્યું કે, નાગરિકતા સંશોધન કાયદો અને NRC બંને અલગ અલગ છે. CAA હેઠળ ભારતમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા લઘુમતીઓને નાગરિકતા આપવામાં આવશે અને જો કોઇ અન્ય ધર્મ સાથે જોડાયેલા લોકો પછી તે મુસ્લિમ કેમ ન હોય તે પણ ભારતીય નાગરિકતા લેવા ઇચ્છતા હોય, તો ભારતીય એક્ટ હેઠળ અરજી કરવી પડશે અને તેમાં જે નિયમો છે, તે નિયમો તેમના પર લાગુ પડશે.

સાથે જ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યુ કે, કોગ્રેંસ હંમશા અશાંતિ ફેલાય તેવી રાજનીતિ કરતી આવી છે. હિન્દુઓ સિવાય બધાને સંતુષ્ટ કરવામાં વ્યસ્ત રહેતા હોય છે અને હિન્દુઓ માટે કંઇ જ કરતી નથી. હિન્દુઓની તેમને કોઇ ચિંતા નથી. પરંતુ, અમે દરેક ધર્મને સમાન મહત્વ આપીએ છીએ.
સાથે એમ પણ જણાવ્યું કે, 1947માં જ્યારે ભારતના ભાગલા પડ્યા, ત્યારે તે પણ ધર્મના કારણે જ થયા હતા. નિર્મલા સિતારમણે વધુમાં કહ્યુ કે, પાકિસ્તાની સંસદમાં પણ નિવેદન આપવામાં આવ્યું હતુ કે, પાકિસ્તાનથી દર વર્ષે 5 હજાર હિંદુઓ ભારતમાં શરણાર્થી બનીને જાય છે અને ત્યાંની નાગરિકતાની માગ કરે છે.