મધ્યપ્રદેશ /ખરગોના : ઉત્તર પ્રદેશના બલરામપુરમાં એક વિદ્યાર્થીનું અપહરણ કર્યા બાદસામુહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. મધ્યપ્રદેશના ખરગોનમાં એક નાબાલિક પર સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે.3 આરોપીઓએ નાબાલિકના ભાઈ પર હુમલો કરી નાબાલિક પર સામૂહિક દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો હતો. આ સમગ્ર ઘટના બાદ આરોપીઓ ફરાર છે.
મધ્યપ્રદેશના ખરગોન જિલ્લામાં સામૂહિક દુર્ષ્કમ, કિશોરીને રસ્તા પર ફેકી આરોપી ફરાર - madhyapradesh
ઉત્તરપ્રદેશનાં હાથરસની પીડિતાની ચિતા હજુ ઠંડી પણ થઈ નથી, ત્યારે ઉત્તર પ્રદેશના બલરામપુરમાં અને મધ્યપ્રદેશમાં સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે.આ સમગ્ર ઘટના બાદ આરોપીઓ ફરાર છે.
ખરગોન જિલ્લાથી 55 કીમી દુર મારુગઢ ગામમાં 16 વર્ષની કિશોરી અને તેમનો ભાઈ ઝુંપડીમાં હતા. તે સમયે કેટલાક બદમાશો પાણી પીવા માટે આવી કિશોરીના ભાઈ પર હુમલો કરી કિશોરીનું અપહરણ કર્યું હતુ. ત્યારબાદ 3 બદમાશોએ કિશોરી પર સામૂહિક દુષ્કર્મ આચર્યા બાદ કિશોરીને રસ્તા પર ફેકી નાસી ગયા હતા.
કિશોરીના ભાઈએ સમગ્ર ઘટનાની જાણકારી ગામવાસીઓની કરી હતી. પરંતુ ગામવાસીઓ ઘટના સ્થળ પર પહોંચે તે પહેલા જ આરોપીઓ ફરાર થયા હતા.એસપી શૈલેન્દ્ર સિંહે જણાવ્યું કે, ગત્ત રાત્રે 3 બદમાશોએ કિશોરી પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતુ. ફરાર આરોપીઓની ધરપકડ કરવા વધુ તજવીજ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર ઘટનાથી ગામવાસીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો.