ગુજરાત

gujarat

ETV Bharat / bharat

UPમાં વધુ એક દુષ્કર્મની ઘટના, ખુલ્લામાં શૌચ કરવા ગયેલી કિશોરીનો વિચિત્ર હાલતમાં મૃતદેહ મળ્યો - ખેતરોમાંથી મૃતદેહ મળ્યો

યુપીના લખીમપુર છીરીમાં ખુલ્લામાં શૌચક્રિયા કરવા ગયેલી કિશોરીનો ખેતરોમાંથી મૃતદેહ મળી આવ્યો છે. જેથી ખળભળાટ મચી ગયો છે. આ સમગ્ર મામલે પોલીસે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ કેલ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

minor-girl-dead-body-found-in-the-farm-in-lakhimpur-kheri
UPમાં વધુ એક દુષ્કર્મની ઘટના

By

Published : Aug 16, 2020, 10:27 AM IST

લખીમપુર ખીરી: યુપીના લખીપુર ખીરી જિલ્લાના એક ક્ષેત્રમાં શુક્રવારની સવારના 13 વર્ષીય બાળકીનો મૃતહેદ ગામની બહારના ખેતરોમાંથી વિચિત્ર હાલતમાં મળી આવ્યો હતો.

આ અંગે પોલીસે મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે મોકલ્યો છે. આ ઘટના ઇસનગર ક્ષેત્રે ગ્રામીણ વિસ્તારમાં બની છે. જ્યાં એક 13 વર્ષીય છોકરી શુક્રવારની સવારે 10 વાગ્યે ખેતરમાં શૌચક્રિયા માટે ગઈ હતી, તુરંત છોકરી પાછી ઘરે ન આવતા પરિજનોએ શોધખોળ શરૂ કરી હતી. બાદમાં સાંજે 6 વાગ્યે ગામના જ શેરડીના ખેતરમાંથી કિશોરીનો મૃતદેહ ક્ષત-વિક્ષત સ્થિતિમાં મળી આવ્યો હતો.

આ અંગે પરિવારે પોલીસને જાણ કરી હતી. પોલીસે સ્થળ મુલાકાત લઈ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. આ સમગ્ર મામલે પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરી હતી. આ અંગે પરિજનોએ જણાવ્યું હતું કે, ગળામાં દૂપટ્ટો બાંધી શરીરને ઘા મારી હત્યા થઈ છે. આ અંગે પોલીસ અધિકારી એસ.પી. સંતેન્દ્ર કુમારે કહ્યું કે, સમગ્ર મામલે અમે કેસ દાખલ કર્યો છે. હાલ પોલીસ વધુ કાર્યવાહી કરી રહી છે.

એસપી સત્યેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે, આ કેસમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મૃતક કિશોરીના પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં દુષ્કર્મની પુષ્ટિ થઈ છે.

આ અંગે માયાવતીએ ટ્વીટ કર્યું હતું કે, રાજ્યમાં દલિતો અને મહિલાઓ પર સતત હુમલાઓ થઈ રહ્યાં છે, હત્યા થઈ રહી છે. આવી સ્થિતિમાં સપા અને ભાજપ વચ્ચે શું ફરક છે?

ABOUT THE AUTHOR

...view details