- જહાજ નિર્માણમાં 'આત્મનિર્ભર ભારત' માટે સરકારના નિયમોમાં ફેરફાર
- 'આત્મનિર્ભર ભારત' અભિયાન
- કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાનું શિપને લઇ નિવેદન
નવી દિલ્હી : કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાએ ગુરુવારે જણાવ્યું હતું કે, 'મેક ઇન ઇન્ડિયા'ને પ્રોત્સાહન આપવા માટે શિપને મહત્વ આપવામાં આવશે. જે ભારતમાં બનાવવામાં આવ્યા હોય અને તેમની માલિકી કોઈપણ ભારતીય કંપનીના ભારતીય માલિકની પાસે હોય.
જહાજ નિર્માણ અંગે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાનું નિવેદન
કેન્દ્રીય પ્રધાનના મુજબ, આનાથી 'મેક ઇન ઇન્ડિયા' અભિયાનને વેગ મળશે તેમજ ઘરેલું શિપિંગ ઉદ્યોગને પણ વેગ મળશે અને મોટી સંખ્યામાં નવી રોજગારી ઉત્પન્ન થશે. તેમણે કહ્યું, સરકારનું લક્ષ્ય છે કે, આગામી પાંચ વર્ષમાં વૈશ્વિક શિપિંગ ઉદ્યોગમાં ભારતનો હાલનો એક ટકા હિસ્સો વધારીને ત્રણ ટકા કરવામાં આવે.
પ્રધાને આ નીતિ પરિવર્તનને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઘરેલુ ઉદ્યોગને પ્રોત્સાહન આપવાની દિશામાં 'બોલ્ડ કદમ' ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે, શિપિંગ મંત્રાલયે સરકારની મેક ઇન ઈન્ડિયા નીતિ અનુસાર ટેન્ડર પ્રક્રિયા દ્વારા જહાજ અથવા ફેરી ભાડે લેવાની આરઓએફઆર લાઇસન્સ આપવાની સ્થિતિની સમીક્ષા કરી હતી. માંડવીયાએ જણાવ્યું હતું કે, ભારત તેના બંદરો પર સામાન્ય રીતે ચાર પ્રકારના એક્ઝિમ કાર્ગોનું સંચાલન કરે છે.