ગ્રામીણ વિકાસ મંત્રાલયની Covid-19ના નિવારણ માટેની પહેલ
Covid-19ને કારણે ઉદભવી રહેલા પ્રશ્નો અને સમસ્યાઓને ઓછી કરવા માટે ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા લેવામાં આવેલા પગલાઓ વિશે જાણો આ એહવાલમાં...
ગ્રામીણ
By
Published : Sep 16, 2020, 3:36 PM IST
ન્યૂઝ ડેસ્ક: તારીખ 15-09-2020ના રોજ લોકસભામાં સાંસદ પોચા બ્રહ્માનંદા રેડ્ડી અને મગુન્તા શ્રીનીવાસુલુ રેડ્ડીએ Covid-19 દરમીયાનની યોજનાઓ પર પુછેલા અનસ્ટાર્ડ (જે પ્રશ્નનો ઉત્તર લેખીતમાં આપવો જરૂરી છે) પ્રશ્ન નં – 389ના ઉત્તરના ભાગરૂપે ગ્રામીણ વિકાસ મંત્રાલયે આપેલો જવાબ કંઈક આ પ્રમાણે હતો:
Covid-19ને કારણે ઉદભવી રહેલા પ્રશ્નો અને સમસ્યાઓને ઓછી કરવા માટે ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા લેવામાં આવેલા પગલાઓ –
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના
26-03-2020ના રોજ ભારત સરકારે ગરીબો કોરોના વાયરસ સામે લડી શકે તે માટે તેમને મદદના ભાગરૂપે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ 1.70 લાખ કરોડના રાહત પેકેજની જાહેરાત કરી હતી. જ્યાં સુધી ગ્રામીણ વિકાસ મંત્રાલયની વાત છે ત્યાં સુધી આ પેકેજ હેઠળ બે વિભાગો છે. (1) નેશનલ સોશીયલ આસીસ્ટન્ટ પ્રોગ્રામના (NSAP)ના હાલના વૃદ્ધ, વિધવા અને અશક્ત/દિવ્યાંગ લાભાર્થીઓને રાહત પેકેજના ભાગરૂપે બે હફ્તા (500નો એક હફ્તો)માં કુલ રૂપિયા 1000ની સહાય પહોંચાડવી.
NSAP વિભાગ દ્વારા રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના NSAP યોજનાના કુલ 282 લાખ લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના (PMGKY) હેઠળ એપ્રિલ 2020માં પ્રથમ ટુકડામાં અને મે 2020માં બીજા ટુકડામાં એમ કુલ 2814.50 કરોડ રૂપિયાની રાહત પહોંચાડવામાં આવી.
(2) PMJDY હેઠળ આવતી કુલ 20.61 કરોડ મહિલા ખાતાધારકોના ખાતામાં ત્રણ મહિના સુધી દર મહિને 500 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા. આ યોજના હેઠળ કુલ 30,944.61 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા.
આત્મ નિર્ભર ભારત અભિયાન
દેશભરમાં રાષ્ટ્રીય લોકડાઉન જાહેર થયા બાદના પોતાના પાંચમાં સંબોધનમાં પ્રધાનમંત્રીએ કોરોના વાયરસથી થયેલી હાલાકીને પહોંચી વળવા માટે 20 લાખ કરોડના નાણાકીય પેકેજની જાહેરાત કરી હતી. ભારતને આર્થિક રીતે ફરી એક વાર બેઠુ કરવા માટે ‘આત્મ નિર્ભર ભારત અભિયાન’ હેઠળ આ પેકેજની જાહેરાત કરવામાં આવી હતી.
MGNREGAના બજેટમાં 40,000 કરોડ રૂપિયા જેટલો વધારો કર્યો
ભારત સરકારે વેતન દ્વારા રોજગાર મેળવતા મનરેગાસ Covid-19 જેવી આર્થિક કટોકટીને પહોંચી વળે તે માટે નાણાની ફાળવણીમાં 40,000 કરોડ રૂપિયા જેટલો વધારો કર્યો. વર્તમાન નાણાકીય વર્ષ 2020-21માં અત્યાર સુધીમાં કુલ 184 કરોડ માનવ દિવસો જનરેટ થયા છે.
મનરેગા હેઠળના વેતન દરમાં વધારો
મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પલોઇમેન્ટ ગેરેન્ટી એક્ટ (MGNREGA) હેઠળ કામ કરતા કામદારોના એક દિવસના વેતનને ચાલુ નાણાકીય વર્ષ 2020-21 દરમીયાન રૂપિયા 182 થી વધારીને 202 કરવામાં આવ્યુ છે.
ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન (GKRA)
ત્યાર બાદ, પ્રધાનમંત્રી દ્વારા 20-06-2020ના રોજ શરૂ કરવામાં આવેલા ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન (GKRA) હેઠળ દેશના પસંદ કરાયેલા 6 રાજ્યોના કુલ 116 જીલ્લાઓમાં 13-09-2020 સુધીમાં અંતરીયાળ વિસ્તારોમાં લોકોને આજીવિકાની તકો પુરી પાડવા માટે રૂપિયા 50,000 કરોડની જોગવાઈ તેમજ 23,767.32 કરોડ રૂપિયા ખર્ચના ભાગરૂપે ફાળવવામાં આવ્યા છે.