માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા ટ્વીટ કરીને આ કોર્સની જાણકારી આપવામાં આવી છે.
‘સ્વયં’ એ એક એવો પ્રોગ્રામ છે જે ભારત સરકાર દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. તે એક્સેસ, ઇક્વીટી અને ક્વોલીટી જેવા શીક્ષણનીતિના ત્રણ મહત્વના સીદ્ધાંતો પર કામ કરે છે. ‘સ્વયં’ દ્વારા શરૂ કરવામાં આવેલા NPTEL પર જાઓ અને તમારા મનગમતા કોર્સને પસંદ કરો. જે વિદ્યાર્થીઓ અને અન્ય રસ ધરાવતા લોકોએ જાન્યુઆરી 2020 દરમીયાન આ કોર્સ શરૂ કર્યા છે તેમના માટે સારી વાત એ છે કે તેઓ હજુ પણ આ કોર્સને આગળ વધારી શકે છે. વધુ માહિતી માટે www.swayam.gov.in પર લોગઇન કરો.
‘સ્વયં પ્રભા’ એ 32 DTH ચેનલનું ગૃપ છે કે જે GSET-15 સેટેલાઇટના માધ્યમથી 24X7 હાઈ ક્વોલીટી એજ્યુકેશનલ પ્રોગ્રામ આપવા માટે બંધાયેલા છે. દરરોજ તેના પર ચાર કલાક તાજી સામગ્રી આપવામાં આવે છે અને પાંચ વાર આ સામગ્રીને રીપીટ કરવામાં આવે છે. વિદ્યાર્થિઓ પોતાની અનુકુળતાનો સમય પસંદ કરીને તેનો ઉપયોગ કરી શકે છે. આ ચેનલને BISAG, ગાંધીનગર દ્વારા અપલીંક કરવામાં આવે છે. તેમા આવતી સામગ્રી અને માહિતીને NPTEL, IITs, UGC, CEC, IGNOW, NCERT અને NIOS દ્વારા તૈયાર કરવામાં આવે છે.
ગ્રેજ્યુએટ અને અન્ડર ગ્રેજ્યુએટના વિદ્યાર્થીઓ માટે લો, મેડીસીન, અને ઇન્જીનીયરીંગ જેવા વિષયોને આવરીને તેના પર માહિતી આપવામાં આવે છે. તેમાં ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓને લગતા કેટલાક વિષયોને પણ સાંકળવામાં આવે છે. ભારતમાં રહેતા અને ભારત બહાર રહેતા નાગરીકો માટે પણ સામગ્રી આપવામાં આવે છે. વધુ માહિતી માટે www.swayamprabha.gov.in પર લોગઇન કરો.
શાળા અને કોલેજ બંન્નેના વિદ્યાર્થીઓ ‘નેશનલ ડીજીટલ લાઇબ્રેરી’નો ઉપયોગ કરી શકે છે. આ લાઇબ્રેરીમાંથી કોઈપણ એક વિષય કે સ્ત્રોતને આધાર બનાવીને માહિતી શોધી શકાય છે. www.ndl.iitkgp.ac.in પર વધુ માહિતી મળી ઉપલબ્ધ છે.