ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મોદી-જિનપિંગ વચ્ચે કાશ્મીર વિશે ચર્ચા નથી થઈ: વિદેશ મંત્રાલય - ક્ષેત્રીય સમગ્ર આર્થિક ભાગીદારી

મામલ્લાપુરમ: વિદેશ સચિવ વિજય ગોખલેએ શનિવારે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની વાતચીત વુહાન શિખર સમ્મેલન બાદની પ્રગતિ પર કેન્દ્રિત રહી અને અનૌપચારિક શિખર સમ્મેલનમાં ના તો કશ્મીર મુદ્દો ઉઠ્યો અને ન તો તેના પર કોઈ ચર્ચા થઈ.

Ministry of external affairs briefing on china india meeting

By

Published : Oct 12, 2019, 7:19 PM IST

વિદેશ સચિવે જણાવ્યું કે, શી અને મોદી બંનેએ કહ્યું કે બંને દેશોના ભવિષ્ય તરફ જોવાની જરૂર છે સાથે જ બંને નેતાઓ એ વાત પર પણ સહમતી બતાવી કે બંને દેશોને આતંકવાદના પડકાર સાથે લડવા સાથે કામ કરવું જોઈએ.

આગળ જણાવ્યું કે, આ અનૌપચારિક શિખર સમ્મેલનમાં શી એ આશ્વાસન આપ્યું કે ક્ષેત્રીય સમગ્ર આર્થિક ભાગીદારી RCEPને લઈ ભારતની ચિંતાઓ પર વિચારવિમર્શ કરવામાં આવશે. તેઓએ સંવાદદાતાઓને જણાવ્યું કે મોદી અને શીની વાતચીત મુખ્યત: વુહાન શિખર સમ્મેલન બાદ થયેલ પ્રગતિ પર કેન્દ્રિત રહી હતી.

જિનપિંગ મોદી સાથે શિખર મુલાકાત માટે શુક્રવારે લગભગ 24 કલાકના ભારત પ્રવાસે આવ્યા, જેની શરુઆત તમિલનાડુની રાજધાની ચેન્નઈથી લગભગ 50 કિલોમીટર દુર સ્થિત મામલ્લાપુરમમાં થઈ, બંનેની આ પ્રકારની મુલાકાત ગત વર્ષ વુહાનમાં થઈ હતી. ગોખલે અનુસાર રાષ્ટ્રપતિ શીએ કહ્યું કે ચીન વેપાર ખાધને ઘટાડવા માટે નક્કર પગલા ભરવા તૈયાર છે.

તેઓએ તે પણ જણાવ્યું કે, બંને દેશોએ તે વાત પર સહમતિ દર્શાવી કે વ્યપાર અને રોકાણ સંબંધી મુદ્દાઓ માટે એક નવી તકનીક વિકાસાવામાં આવશે. ગોખલેએ જણાવ્યું કે, ચીનના રાષ્ટ્રપતિએ રક્ષા સહયોગ વધારવાની જરૂરીયાત વિશે વાત કરી અને આશ્વાસન આપ્યું કે RCEPને લઈ ભારતની ચિંતાઓ પર વિચારવિમર્શ કરવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે નિયમ આધારિત વૈશ્વિક વ્યાપાર તકનીકના મહત્વ પર ભાર આપ્યો છે. સાથે જ બંને નેતાઓએ અનુભવ્યું કે બંને દેશોના મહત્વપૂર્ણ ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દાઓ પર સહયોગ કરવો જોઈએ. વડાપ્રધાન મોદી અને શી જિનપિંગે આજે બીજા દિવસે શનિવારે મામલ્લાપુરમમાં અનૌપચારિક શિખર વાતચીત ફરી શરૂ કરી છે. બંને નેતાઓ વચ્ચે આ વાતચીત ત્યારે થઈ જ્યારે જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો ખત્મ કરવાના ભારતના નિર્ણય પર બે અશિયાઈ દેશો વચ્ચે તણાવની સ્થિતી છે.

ABOUT THE AUTHOR

...view details