નવી દિલ્હી: ભાજપ સાંસદ મીનાક્ષી લેખીએ ભારતીય સેનામાં મહિલા કમિશનને સ્થાયી બનાવવાના કોર્ટના નિર્ણયનું સ્વાગત કર્યું છે. ભાજપ સાંસદે કહ્યું કે, મોદી સરકારેનું સપનું હતું, 2018 PM મોદીએ લાલા કિલ્લાથી મહિલા સ્થાયી કમિશનની જાહેરાત કરી હતી.
સેનામાં મહિલા-પુરૂષ એકસમાન: BJP સાંસદ મીનાક્ષી લેખીએ કોર્ટના નિર્ણયનું કર્યું સ્વાગત - ઈન્ડિયન આર્મી
સુપ્રીમ કોર્ટે સેનામાં મહિલાઓને સ્થાયી કમિશન આપવાનો આદેશ આપ્યો છે. કોર્ટેના નિર્ણય પર ભાજપ સાંસદ મીનાક્ષી લેખીએ સ્વાગત કર્યું છે. PM મોદીએ 2018માં લાલ કિલ્લાથી આ વાતની જાણકારી આપી હતી કે, સેનામાં મહિલાઓને સ્થાયી જગ્યા આપવામાં આવશે. જેના પર સુપ્રીમ કોર્ટે મહોર મારી છે.
સેના
ભાજપ સાંસદે કહ્યું કે, આ મુદ્દે પહેલા આપત્તિ વ્યક્ત કરવામાં આવી હતી. કોર્ટના નિર્ણય બાદ સરકારની મુશ્કેલી દૂર થઈ છે. મહિલાઓ માટે સરકાર ટૂંક સમયમાં જ સ્થાયી કમિશન બનાવશે. હવે પુરુષોની સાથે મહિલાઓને પણ બરાબરીનો હક્ક મળશે.