તીર્થરાજ પ્રયાગના પ્રમુખ બે સ્નાનમાંનું પર્વ મકર સંક્રાંતિનું સ્નાન આજે છે. મેળા પ્રશાસને જણાવ્યું છે કે, દ્વારા સંક્રાંતિ સ્નાન પર્વ પર આશરે 80 લાખ લોકોના સ્નાન કરવાની સંભાવનાઓ છે. મંગળવારની સાંજથી જ લાખો શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર સંગમની પવિત્ર રેતી પર ઉમટી રહ્યું હતું.
પ્રયાગરાજમાં આજે મકર સંક્રાતિનું સ્નાન, શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી - સંક્રાંતિના સ્નાનનું મહત્વ
પ્રયાગરાજઃ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ગંગામાં બે સ્નાન યોજાતા હોય છે. જેમાં મકર સંક્રાંતિનું સ્નાન આજે છે. આ પાવન પર્વ પર લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતાં. જેમણે આસ્થાની ડૂબકી લગાવી હતી.
millions-of-devotees-gathered-for-makar-sankranti-bath-in-prayagraj
દૂર-દૂર સુધી ફેલાયેલી શિબિરોમાં નાનકડા ભારતનો અદ્દભૂત નજારો સર્જાયો છે. મોટી સંખ્યામાં લોકો સંગમનગરી પહોંચી આસ્થાની ડૂબકી લગાવી રહ્યાં છે. મકર સંક્રાંતિ સ્નાન પર્વને લઈ મેળા પ્રશાસન દ્વારા સંપૂર્ણ તૈયારી કરાઈ છે. નદીની ચારેય બાજુ શ્રદ્ધાળુઓની સુરક્ષા હેતુસર જળપોલીસ સહિત પોલીસ કાફલો તૈનાત કરી દેવાયો છે. અઢી હજાર વિઘામાં ફેલાયેલા આ માઘના મેળામાં મોટી સંખ્યામાં ભક્તો પહોંચતા આહ્લાદક દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.
Last Updated : Jan 15, 2020, 8:33 AM IST