ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દેશના ગરીબ મત વિસ્તારમાં અનેક કરોડપતિ ઉમેદવાર ! - millionaires candidates

ભુવનેશ્વર: ઓડિશાના અતિ ગરીબ વિસ્તારમાં આવેલી ચાર લોકસભા સીટમાં લગભગ 10 એવા ઉમેદવાર છે જે કરોડપતિ છે. અહીં 11 એપ્રિલે પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે. પ્રથમ તબક્કામાં કોરાપુટ, કાલાહાંડી, નવરંગપુર અને બ્રહ્મપુર લોકસભા સીટો પર મતદાન થશે. ફક્ત બ્રહ્મપુર સંસદીય સીટને છોડી બાકીની ત્રણેય વિસ્તારો ગરીબી માટે કુખ્યાત છે.

file photo

By

Published : Apr 9, 2019, 6:10 PM IST

એસોશિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ના જણાવ્યા મુજબ 26 લોકસભા ઉમેદવારોમાંથી 10 એટલે કે 39 ટકા ઉમેદવાર કરોડપતિ છે. આ 10 કરોડપતિ ઉમેદવારમાંથી ત્રણ ત્રણ બીજદ, કોંગ્રેસ અને ભાજપના જ્યારે એક અપક્ષ ઉમેદવાર છે. આ રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે અહીં 26 ઉમેદવારોમાંથી 12ની શૈક્ષણિક લાયકાત પાંચમાથી લઈ 12માં સુધીનો અભ્યાસ કરેલો છે.

મહારાષ્ટ્રમાં પણ આવી જ પરિસ્થિતિ જોવા મળી રહી છે.

મહારાષ્ટ્રમાં પ્રથમ તબક્કામાં જે સાત સીટ પર મતદાન થવાનું છે તેમાં 116 ઉમેદવારોમાંથી 115 નામાંકન પત્ર જોતા માલૂમ પડ્યું છે કે, 10 પર ગંભીર આરોપો છે.

ADRના રિપોર્ટ મુજબ અહીં મહારાષ્ટ્રમાં 115માંથી 33 ઉમેદવારો કરોડપતિ છે.

ABOUT THE AUTHOR

...view details