નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે લાઈન ઓફ એક્ચુઅલ કંટ્રોલ (LAC) પર ચાલી રહેલા તણાવ અંગે આજે લદ્દાખમાં બેઠક યોજાશે. બેઠકમાં ભારતીય સેનાના કમાંડર અને ચીનની PLAના અધિકારીઓ હાજર રહેશે.
લદ્દાખમાં ચાલી રહેલા સૈન્ય ગતિરોધ અંગે ભારત-ચીન વચ્ચે આજે સૈન્ય કમાન્ડરની બેઠક - ભારતીય સેના
ભારત અને ચીન વચ્ચે લાઈન ઓફ એક્ચુઅલ કંટ્રોલ (LAC) પર ચાલી રહેલા તણાવ અંગે આજે લદ્દાખમાં બેઠક યોજાશે. બેઠકમાં ભારતીય સેનાના કમાંડર અને ચીનની PLAના અધિકારીઓ હાજર રહેશે.
પૂર્વ લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવનો અંત લાવવા આજે (શનિવારે) બેઠક યોજાશે. આ બેઠક પહેલાં નિવૃત્ત લેફ્ટનેન્ટ જનરલ એચ.એસ. પનાગે દાવો કર્યો કે આ બેઠકમાં ચીનનું પલડું ભારે રહેશે. કારણકે ચીને પૂર્વ લદ્દાખના 3 વિસ્તારોમાં ભારતના આશરે 60 ચોરસ કિમી વિસ્તારમાં ઘૂસણખોરી કરી છે. ચીન ભારત સામે એવી શરત મૂકી શકે છે, જેને સ્વીકારવી ભારત માટે સરળ નહીં હોય. નિવૃત્ત લેફ્ટનેન્ટ જનરલ એચ.એસ. પનાગે ચેતવણી ઉચ્ચારી છે કે, ભારત જો ચીનની શરતો નહીં માની તો ચીન મર્યાદિત યુદ્ધ છેડી શકે છે.
ચીનનો વ્યવહાર જોતાં ચશૂલમાં યોજાનારી આજની મંત્રણામાં કોઈ નક્કર પરિણામ નીકળે તેવી આશા નથી જણાઈ રહી.