નવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કોરોના સામે લડવા માટે પીએમ કેયર્સ ફંડ નામના ટ્રસ્ટની રચના કરવાની ઘોષણા કરી હતી. આ પછી દેશભરમાંથી લોકો મદદ માટે આગળ આવી રહ્યા છે. આ શ્રેણીમાં સંરક્ષણ મંત્રાલયના તમામ કર્મચારીઓએ પણ એક દિવસનો વેતન આપવાનો નિર્ણય કર્યો છે. સંરક્ષણ મંત્રાલયે ટ્વીટ કરીને આ સમગ્ર માહિતી આપી હતી.
સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે, તમામ કર્મચારીઓનો પગાર એક દિવસમાં આશરે 500 કરોડ રૂપિયા હશે. આ સાથે જ સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે પણ પીએમ કેયર્સ ફંડમાં એક મહિનાનો પગાર દાનમાં આપ્યો છે. રાજનાથસિંહે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. પીએમ મોદીની અપીલ પર અર્ધલશ્કરી દળના તમામ કર્મચારીઓએ તેમનો એક દિવસનો પગાર (લગભગ 116 કરોડ રૂપિયા) પીએમ કેયર્સ ફંડમાં આપ્યો છે.
ગૃહપ્રધાન અમિત શાહે આ માટે અર્ધલશ્કરી દળોના તમામ સ્ટાફ પ્રત્યે કૃતગ્ના વ્યક્ત કરી છે . આ દરમિયાન પેટ્રોલિયમ અને કુદરતી ગેસ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને વડા પ્રધાનના રાષ્ટ્રીય રાહત ભંડોળને એક મહિનાનો પગાર આપ્યો છે.