શ્રીનગર: દક્ષિણ કાશ્મીરના કુલગામ વિસ્તારના યરીપોરા બજારમાં એક આતંકવાદીઓએ હુમલો કર્યો છે. મળતી માહિતી મુજબ, આતંકીઓએ પોલીસ ઉપર હુમલો કર્યો હતો.
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકી હુમલો, એક નાગરિક ઘાયલ
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીએ હુમલો કર્યો છે. જેમાં એક નાગરિક ઘાયલ થયો છે.
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકી હુમલો, એક નાગરિક ઘાયલ
આ હુમલામાં એક સામાન્ય નાગરિક ઘાયલ થયાના અહેવાલ છે. આ ઘાયલ નાગરિકને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.
હાલ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારમાં ઘેરાબંધી કરી સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.