મંગળવારના રોજ બાલાકોટમાં આવેલા આતંકી શિબિર પર ભારતીય હવાઇ દળે ખાત્મો બોલાવ્યો હતો. POKનાં નીલમ ઘાટીમાં આવેલા કેલનો ઉપયોગ તે આતંકવાદીઓના 'લોન્ચ પ્વાઇન્ટ' તરીકે થતો હતો. જે જમ્મુ-કશ્મીરમાં ઘુસણખોરી કરતા હતા.
કાશ્મીરમાં એવા ક્યા રસ્તાઓ છે, જ્યાંથી આતંકવાદીઓ ઘુસી રહ્યા છે - kashmir
નવી દીલ્હીઃ પાકિસ્તાનનાં બાલાકોટમાં આતંકી શિબિરોમાં તાલીમ પામેલા જૈશ-એ-મોહમ્મદનાં આતંકવાદી હુમલો કરવા માટે જમ્મુ-કાશ્મીરમા ઘુસણખોરી કરવામા મુખ્ય 4 રસ્તાનો ઉપયોગ કરતા હતા. આ અંગેની જાણકારી અધિકારીઓએ બુધવારના રોજ આપી હતી.
આ અંગે સુરક્ષા અધિકારીએ જણાવ્યુ હતુ કે, ભારતમા ઘુસવા માટે જૈશેના આતંકી ઘુષણખોરી કરવા જે રસ્તાનો ઉપયોગ કરતા હતા એમા કુપવાડા જીલ્લામા બાલકોટ-કેલ-દુધનિયાલા, કુપવાડામાં મગાલ જંગલના બાલકોટ-કેલ-કૈથવાલી, કૂપવાડામાં બાલકોટ-લોલાબ અને કુપવાડામાં બાલકોટ-કેલ, કાચમા- ક્રાલપોરાનો આ ચાર રસ્તાનો સમાવેશ થાય છે.
વધુમા જણાવ્યુ હતુ કે, શસ્ત્રોના પાયાની તાલીમ સિવાય, આતંકવાદીઓને જંગલોમાં જીવીત રહેવા, નિશાનો લગાવી હુમલો કરવા, સંચાર, GPS, નકશા વાંચવા વગેરે વિશેની માહિતી પણ આપવામાં આવતી હતી. તે ઉપરાંત આ આતંકવાદીઓને સ્વિમિંગ, તલવારબાજી અને ઘોડેસવારી માટે તાલીમ આપવામાં આવતી હતી. જૈશના આતંકી અલગ પ્રકારના તાલીમ અભ્યાસક્રમો પૂર્ણ કરતા હતાં. જેમ કે, 3 મહીનાના એડવાન્સ કોમ્બેટ કોર્સ એડવાન્સ સશસ્ત્ર તાલીમ અભ્યાસક્રમ અને રિફ્રેશર કોર્સ.