મિલિંદ દેવડા પૂર્વ કેન્દ્રીય પ્રધાન પણ રહી ચૂક્યા છે. તેમને લોકસભા ચૂંટણીના એક મહિના પહેલા જ મુંબઈ કોંગ્રેસના પ્રમુખ બનાવાયા હતા. જ્યારે જ્યોતિરાદિત્ય સિંધિયાએ મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી અને લોકસભાની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસ માટે ભરપૂર મહેનત કરી હતી. જેમાં મધ્યપ્રદેશમાં સફળતા મળી હતી, જ્યારે લોકસભામાં કોંગ્રેસનો કારમો પરાજય થયો છે.
જ્યોતિરાદિત્ય સિંધિયાનું રાજીનામું મુંબઈમાં આ અગાઉ કોગ્રેસની મુંબઈના પ્રમુખ સંજય નિરૂપમ હતા. જેમને અચાનક પદ પરથી હટાવી દેવડાને મુંબઈ કોંગ્રેસની જવાબદારી સોંપાઈ હતી.
કોંગ્રેસ પાર્ટીમાં આંતરિક ખેંચતાણ બાદ સંજય નિરૂપમને મુંબઈ ઉત્તર પશ્ચિમ લોકસભા બેઠક પરથી ઉમેદવાર જાહેર કરાયા હતા.
કોંગ્રેસ નેતા સ્વ. મુરલી દેવડાના પુત્ર મિલિંદ દેવડાન મુંબઈ દક્ષિણ બેઠકથી હારી ગયા, શિવસેનાના અરવિંદ સાવંત સામે 1,00,067 મતે પરાસ્ત થયા હતા. લોકસભા ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ ચાર પેજનો સંદેશ લખી રાજીનામું ધરી દીધુ હતુ. બાદમાં અનેક દિગ્ગજ નેતાઓ રાજીનામા આપી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસ પ્રમુખ પદ ખાલી પડ્યું છે. જે માટે કોંગ્રેસના યુવા નેતા તરીકે જ્યોતિરાદિત્ય અને સચિન પાયલટના નામની ચર્ચા ચાલી રહી છે. આ વચ્ચે જ્યોતિરાદિત્ય સિંધિયાએ રાજીનામું આપ્યું છે.