ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કરેળમાં ફસાયેલા મજૂરો પોતાના વતન ધનબાદ પહોંચ્યા, પૈસા ન હોવાથી કેટલાક હજી કેરળમાં જ ફસાયાં - કોરોના વાઈરસ ન્યૂઝ

લોકડાઉનમાં કેરળમાં ફસાયેલા કામદારો પોતાના વતન ધનબાદ પહોંચ્યા હતા. જોકે કેરળથી ધનબાદ તરફ જતી મજૂર ટ્રેનમાં સવાર મજુર પાસેથી ભાડુ વસુલવામાં આવ્યું હતુ. જે મજુરો પાસે ભાડાના પૈસા નહોતા તેઓ હજી કેરળમાં જ ફસાયા છે.

Etv Bharat
kerala

By

Published : May 4, 2020, 11:57 PM IST

ઝારખંડઃ કેરળથી વિશેષ ટ્રેન ચલાવીને કામદારોને ધનબાદ લાવવામાં આવ્યા હતા. પરંતુ હજી ઘણા અન્ય કામદારો કેરળમાં ફસાયેલા છે, તેમની પાસે પૈસા ન હોવાને કારણે તેઓ પોતાના વતન પરત ફરી શક્યા નહી. ટ્રેન દ્વારા ધનબાદ લાવવામાં આવેલા મજૂરો પાસેથી આશરે 860 રૂપિયા વસૂલવામાં આવ્યા છે.

સરકાર દ્વારા વિવધ રાજ્યોમાં ફસાયેલા મજૂરોને પોતાના વતન મોકલવા સરકાર દ્વારા વિશેષ ટ્રેન ચલાવવામાં આવી છે. પરંતુ આ વિશેષ ટ્રેન માટે મજૂરો પાસેથી ભાડુ પણ લેવામાં આવે છે. ધનબાદ સ્પેશિયલ ટ્રેન દ્વારા કેરળથી ધનબાદ પહોંચેલા કામદારોએ મીડિયાને પોતાની વેદના જણાવી હતી. કામદારોએ કહ્યું કે તેમને આ સ્થળે લાવવા પૈસા લેવામાં આવ્યા છે.

કામદારોનું કહેવું છે કે અમારી પાસેથી 860 રૂપિયા વસૂલવામં આવ્યાં છે. તેમની પાસે રેલ્વે ટિકિટ પણ છે. કામદારોએ કહ્યું કે, જ્યારે લોકો અમારી પાસે આવ્યા ત્યારે તેમણે કહ્યું કે તે લોકો ટ્રેનનું ભાડુ વસુલશે. જે મજૂરો પાસે ભાડાના પૈસા છે તેઓ ભાડું ચુકવી વતન જઈ શકશે. જે લોકો પાસે પૈસા નથી તેમણે 10 દિવસની રાહ જોવી પડશે. તેથી જે લોકો પાસે પૈસા નથી તેઓ હજી કેરળમાં જ ફસાયાં છે.

ABOUT THE AUTHOR

...view details