નવી દિલ્હીઃ દેશની વડી અદાલતે મહારાષ્ટ્ર સરકાર પાસે રાજ્યમાં ફસાયેલા પ્રવાસીઓની સ્થિતિ અંગે સ્પષ્ટતા કરવાનું કહ્યુ હતું. જે અંગે મહારાષ્ટ્ર સરકારે કોર્ટમાં સોગંદનામુ રજૂ કર્યુ હતું. આ એફિવડેવિટમાં સરકારે તમામ શ્રમિકોને ભોજન ઉપલબ્ધ કરાવાતું હોવાનો દાવો કર્યો હતો. પરંતુ આ દાવે સાચો ન હોય તેવું કોર્ટને લાગી રહ્યું છે.
ન્યાયાધીશ અશોક ભૂષણની અધ્યક્ષપણા હેઠળની બેંચે લોકડાઉનમાં ફસાયેલા પ્રવાસી શ્રમિકોની અરજી અંગે સુનાવણી કરી હતી. આ દરમિયાન કોર્ટે તાકીદ કરી હતી કે, અદાલતે સરકારને સુચિત કરેલા આદેશોનું પાલન કરે. જેથી પ્રવાસીઓને વિનામૂલ્યે પરિવહન, ભોજન અને રોજગાર ઉપલબ્ધ કરાવી શકાય. મેધા પાટકર, સેન્ટર ફોર પબ્લિક ઈન્ટરેસ્ટ લિટિગેશન અને નિકિતા વાજપેયી દ્વારા કરાયેલી અરજીમાં આ પ્રકારની માગ કરાઈ હતી. જે પૈકી સીપીઆઈએલ દ્વારા કરાયેલી અરજીને એક સપ્તાહ સુધી સ્થગિત કરાઈ છે.