ગુજરાત

gujarat

ETV Bharat / bharat

તમિલનાડુ: એક હજાર પરપ્રાંતિય મજૂરોએ ઘરે પાછા ફરવા માટે વિરોધ કર્યો - તમિલનાડુુ લોકડાઉનની અસર

તમિલનાડુમાં લોકડાઉન દરમિયાન ફસાયેલા વિવિધ રાજ્યોના પરપ્રાંતિય મજૂરોએ તેમના ઘરે રાજ્યમાં પાછા જવા માટે વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોલીસે ઘટના સ્થળે પહોંચી મંજૂરોને સમજાવવા પ્રયાસ કર્યો હતો.

etv bharat
તમિલનાડુ: ઘરે પાછા જવા માટે એક હજાર પરપ્રાંતિય મજૂરોએ વિરોધ પ્રદર્શન કર્યો

By

Published : May 18, 2020, 7:21 PM IST

ચેન્નાઈ: તમિલનાડુમાં કામની શોધમાં આવેલા બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળના એક હજારથી વધુ બાંધકામ મજૂરોએ તેમના ઘરે પાછા મોકલવા માટે પલ્લારામમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.

લોકડાઉન વધારવાના કારણે રાજ્ય સરકારોને અન્ય રાજ્યોના મજૂરોને તેમના વતન સુધી પહોચાડવાની વ્યવસ્થા કરવા માટે કહેવામાં આવ્યું છે.ત્યાર બાદ પણ અન્ય રાજ્યોના મજૂરોને વિશેષ ટ્રેનો દ્વારા તેમના વતન મોકલવામાં આવી રહ્યા છે.

દરમિયાન, તમિલનાડુના નાગલકેનીમાં પલ્લારામ નજીક એક ખાનગી બાંધકામ કંપનીમાં કામ કરતા બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળના 1000થી વધુ મજૂરો ઘરે જવા માટે રાજય પર સતત દબાણ કરી રહ્યા છે.

વિરોધ પ્રદર્શનકારીઓના હાથમાં પોસ્ટરો હતા, જેમાં લખ્યું હતું કે - 'અમે ઘરે જવા માગીયે છીએ.' ત્યારે પોલીસ ધટના સ્થળે પહોંચી હતી મજૂરોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details