ઈન્દૌરઃ કોરોના વાઈરસને કારણે દેશમાં લોકડાઉનની સ્થિતિ છે. તેમજ 3 મે રોજ પુરી થતી લોકડાઉનની અવધીમાં વધારો કરવામાં આવ્યો છે. લોકડાઉન દરમિયાન વિવિધ રાજયોના લોકો અલગ અલગ રાજ્યોમાં ફસાયા છે, જે લોકોને પોતાના વતન રવાના કરવા સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. તેમ છતાં તે લોકો છુપાઈને સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વિના ઘરે જવાના વિવિધ રસ્તાઓ અપનાવી રહ્યાં છે.
ઈન્દૌર પોલીસે સિમેન્ટના ટ્રકમાં જતા 18 પરપ્રાંતિયોને ઝડપી પાડ્યા - કોરોના વાઈરસ ન્યૂઝ ઈન્દૌર
લોકડાઉનમાં અન્ય રાજયોમાં ફસાયેલા પરપ્રાંતિયો પોતાના વતન જવા માટે નવા-નવા રસ્તાઓ શોધી રહ્યાં છે. એવામાં ઈન્દૌર પોલીસે મહારાષ્ટ્રથી લખનઉ સિમેન્ટના ટ્રકમાં છુપાઈને જતા 18 પરપ્રાંતિયોને ઝડપી પાડ્યા છે.
સરકાર દ્વારા સોશિયલ ડિસ્ટન્સ જાળવીને પરપ્રાંતિય લોકોને પોતાના વતન મોકલવામાં આવી રહ્યાં છે. તેમ છતાં કેટલાક સરકારના આ નિર્દેશને નજરઅંદાજ કરી રહ્યાં છે. ઈન્દોરમાં પોલીસે સિમેન્ટ ટ્રકમાં છુપાઈને વતન જતા 18 પરપ્રાંતીયોને ઝડપી પાડ્યા છે.
મહારાષ્ટ્રથી લખનઉ સિમેન્ટના ટ્રકમાં જઈ રહેલા પરપ્રાંતિયોને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યાં છે. જે 18 લોકો દ્વારા સોશિયલ ડિસ્ટન્સનું બિલકુલ પાલન કરવામાં આવ્યું નહોતું. પોલીસે આ તમામ લોકોને ઝડપી તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.