ચેન્નઈ: મક્કલ નિધિ મૈયમના (MNM) વડા કમલ હાસનએ મંગળવારે મુંબઇમાં સ્થળાંતર કામદારોના મુદ્દે સરકારે આપનાવેલા આકરા વલણ અંગે કહ્યું હતું કે, આ સંકટ એક "ટાઇમ બોમ્બ" છે.
કોરોના વાઈરસને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લોકડાઉન વધારવાની ફરજ પડી છે. જેના લીધે પરપ્રાંતિય મજૂરો પોતાના ઘરે વતન પરત જવા માટે બાન્દ્રા રેલવે સ્ટેશન ભેગા થયા હતા. જેમને અટકાવવા માટે પોલીસે તેમની પર લાઠીચાર્જ કર્યો હતો. આ ઘટનાને લઈને લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે. મક્કલ નિધિ મૈયમના (MNM) વડા કમલ હાસને પણ આ ઘટનાને લઈ સરકારની ઝાટકણી કાઢી હતી.