મુંબઈઃ મહારાષ્ટ્રમાં લોકડાઉન દરમિયાન વિરોઘ-પ્રદર્શનની ધમકી આપવા બદલ આરોપી વિનય દૂબેની મુંબઈ પોલીસે ધરપકડ કરી છે. તેના વિરુદ્ધ IPC કલમ 117, 153 એ, 188, 269, 270, 505(2) અને એક્ટ હેઠળ 3 કેસ દાખલ કર્યા છે. જેના પગલે આજે વિનય દૂબેને સ્થાનિક અદાલમાં હાજર કરવામાં આવશે.
વિનય દૂબે પર પરપ્રાંતિય મજૂરો વતી મુંબઈના કુર્લા વિસ્તારમાં 18 એપ્રિલે દેશવ્યાપી વિરોધની ધમકી આપવાનો આરોપ છે. આ ધમકી બાદ આરોપી વિનય દુબેને મોડી રાત્રે મુંબઇ પોલીસે બાંદ્રા સ્ટેશન લઈ ગયા હતો.
દુબે પર તેમની સોશ્યલ મીડિયા પોસ્ટ્સ દ્વારા પરપ્રાંતિયોને ભડકાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. કોરોના વાઈસના ફેલાવાને રોકવા માટે લાગુ કરાયેલા દેશવ્યાપી લોકડાઉન નિયમોની અવગણના કરતાં મંગળવારે 1000 થી વધુ પરપ્રાંતિય મજૂર અહીં રસ્તા પર એકઠા થયા હતા. તેમણે માગ કરી હતી કે તેમને તેમના મૂળ સ્થળોએ જવું જોઇએ.
ગત રોજ વડાપ્રધાન મોદીએ લોકડાઉન વધારવાની જાહેરાત કર્યા બાદ પરપ્રાંતિય મજૂરો રસ્તા પર એકઠાં થઈ ગયા હતા.