નવી દિલ્હી: કોંગ્રેસે દિલ્હીમાં કોરોના વાઇરસની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતાં શુક્રવારે કેજરીવાલ સરકાર પાસે 10-મુદ્દાની માંગણી કરી હતી અને સવાલ કર્યો હતો કે, રાષ્ટ્રીય રાજધાનીમાં કોરોના ત્રીજા તબક્કામાં પહોંચી રહી છે કે નહી?
પાર્ટીના વરિષ્ઠ પ્રવક્તા અજય માકને દેશમાં કોરોના વાઇરસ તપાસની સંખ્યા અંગે અસંતોષ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે વસ્તીને ધ્યાનમાં રાખીને તપાસની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં ટોચ પર હોવું જોઈએ. તેમણે વીડિયો દ્વારા પત્રકારોને કહ્યું કે, 'વસ્તી અનુસાર તપાસ થવી જોઈએ. તપાસની બાબતમાં, ભારત વિશ્વની ટોચ પર હોવું જોઈએ, નીચે ન રહેવું જોઈએ.
માકને દિલ્હીની પરિસ્થિતિનો ઉલ્લેખ કરતાં કહ્યું, 'દિલ્હીમાં કોરોનાના 1,640 કેસ નોંધાયા છે. આ સ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે. કેજરીવાલે જણાવવું જોઇએ કે શું દિલ્હીમાં કોરોના ત્રીજા તબક્કામાં જઈ રહ્યો છે? તેમણે કહ્યું કે, દિલ્હી એકમાત્ર એવું રાજ્ય છે, જ્યાં 55 તબીબી કર્મચારીઓને ચેપ લાગ્યો છે. માકને દિલ્હીના પીઝા ડિલિવરી બોયને કોરોનાથી ચેપ લાગતા માંગ કરી હતી કે, લોકડાઉનમાંથી મુક્તિ હેઠળ આવતા તમામ લોકો માટે પ્રમાણભૂત માનક સંચાલન પ્રક્રિયા કરવી જોઈએ. આ માટે જાહેરનામું બહાર પાડવું જોઈએ.
તેમણે કહ્યું કે, 'દિલ્હીમાં મોટી સંખ્યામાં પરપ્રાંતિય કામદારો છે. અમારી માંગ છે કે તેમને શહેરોની અંદર રોકી દેવા જોઈએ, તેમને સુવિધા આપવી જોઈએ. દર મહિને પરપ્રાંતિય કામદારો અને શેરી વિક્રેતાઓ અને રિક્ષાચાલકોને લોકડાઉન દરમિયાન રૂપિયા. 7,500 આપવું જોઈએ.માકને કહ્યું કે, 'દિલ્હીમાં સૌથી વધુ ફિક્સ ચાર્જ છે, ધંધો બંધ છે. નાના ઉદ્યોગો અને દુકાનદારોના પાવર કનેક્શનો પર ફિક્સ ચાર્જ દૂર કરવો જોઇએ. રાજસ્થાન અને પંજાબ સરકારે આમ કર્યું છે.
તેમણે એવી પણ માંગ કરી છે કે બે મહિનાનું રાશન 60 ટકા ઘરોમાં પહોંચાડવામાં આવે. સરકારે ખાનગી શાળાઓમાં શિક્ષકોને 75 ટકા પગાર આપવો જોઈએ અને ત્રણ મહિનાની ફી ન લેવી જોઈએ.માકને કહ્યું, "પંજાબ અને રાજસ્થાનની જેમ દિલ્હીમાં પણ વૃદ્ધો, વિધવાઓ અને અપંગોને બે મહિનાનું પેન્શન આપવું જોઈએ."