ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મિગ- 27 યુદ્ધ વિમાન રાજસ્થાનમાં ક્રેશ

જયપુર: રાજસ્થાનના સિરોહી જિલ્લાના શિવગંજ પોલીસ સ્ટેશનમાં રવિવારે બપોરના સમયે ભારતીય વાયુસેનાનું એક ફાઈટર પ્લેન ક્રેશ થયું છે.

સ્પોટ ફોટો

By

Published : Mar 31, 2019, 3:55 PM IST

સૂત્રોના જણાવ્યા પ્રમાણે મિગ-27ના જોધપુરથી રૂટીન મિશન માટે ઉડાન ભરી હતી. પરંતુ તકનિકી ખરાબીને કારણે બપોરના લગબગ 12:30ની આસપાસ ફાઈટર પ્લેન ક્રેશ થઈને શિવગંજ પોલીસસ્ટેશનના વિસ્તારના ગોડાના બંધ વિસ્તારમાં જઈને પડ્યું હતું. આ ઘટનાની પ્રાથમિક તપાસમાં તકનિકી ખરાબી જણાવવામાં આવી રહી છે.

આ પહેલા પણ ભારતીય વાયુસેનામાં સામેલ મોટું ફાઈટર જેટ ક્રેશ થયું છે. આ પહેલા રાજસ્થાનના જ પોખરણ ફાયરિંગ રેન્જમાં મિગ-27 ક્રેશ થયું હતું. આ ઘટના 12 ફેબ્રુઆરીના બની હતી તેમજ મિગ-27એ જેસલમેરથી ઉડાન ભરી હતી.

અવારનવાર બનનારી ઘટનાઓમાં વાયુસેનાના પાયલટ માટે ખતરો બની ગઈ છે. આ પહેલા પણ બીકાનેરમાં 8 માર્ચના રાજસ્થાનના જ બીકાનેરમાં મિગ-21 બાયસન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. તો ફેબ્રુઆરીમાં જ ભારતીય વાયુસેનાના એક હેલીકૉપ્ટર પણ જમ્મૂ કાશ્મીરના બડગામમાં ક્રેશ થયું હતું. આ ઘટનામાં 2 પાયલટ સહિત 6 લોકો માર્યા ગયા હતા.

મિગ-27 વર્ષ 1980માં મિગ-27 વાયુસેનામાં સામેલ થયું હતું. જ્યારે પાકિસ્તાનની સાથે ભારતીય સેનાના વર્ષ 1999ના કારગિલ યુદ્ધ થયું હતું, તે દરમિયાન ભારતીય વાયુસેનાના આ જ મિગ વિમાનોની મદદથી યુદ્ધ લડવામાં આવ્યું હતું. જોકે ,તકનિકી પ્રમાણે આ વિમાન ઘણું જૂનું થઈ ચુક્યું છે. આ જ કારણ છે કે સતત મિગ-27 વિમાનના ક્રેશ હોવાની માહિતી આવે છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details