નવી દિલ્હી: દિલ્હીના મુસ્તફાબાદની એક હોસ્પિટલમાં ઘાયલોને દાખલ કરવામાં આવ્યાં છે. જેમની સારવારની જરૂર છે. સરકારી હોસ્પિટલમાં દાખલ કરવાની માગ કરવામાં આવી હતી. આ મામલે દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ મુરલીધરના ઘરે મોડી રાત્રે સુનાવણી થઇ હતી. સુનાવણી દમરિયાન જસ્ટિસ મુરલીધરે રાત્રે જ હોસ્પિટલોમાં ડૉક્ટર અને DCP સાથે વાતચીત કરી અને સ્ટેટસ રિપોર્ટ માગ્યો હતો.
દિલ્હી હિંસા મુદ્દે અડધી રાત્રે સુનાવણી, ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવાનો આદેશ - NRC
નાગરિકતા કાયદાના વિરોધના પ્રદર્શન દરમિયાન થયેલી હિંસાને ધ્યાને લેતા દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ મુરલીધરના ઘરે મોડી રાત્રે સુનાવણી થઇ હતી. કોર્ટે દિલ્હી પોલીસને આદેશ આપ્યો કે, મુસ્તફાબાદની એક હોસ્પિટલમાં એમ્બ્યુલન્સને જવા માટે સુરક્ષિત રસ્તો આપે અને ઘાયલોને સરકાર હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરે. આ મામલે આજે બપારે ફરી સુનાવણી થશે. આ સુનાવણીમાં પોલીસને સ્ટેટસ રિપોર્ટ સોંપવા માટે કહેવામાં આવ્યું છે.
જસ્ટિસ મુરલીધરે ફોન પર dcpને આદેશ આપ્યો કે, ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરે અને તેમની સુરક્ષાનું ધ્યાન રાખે. સોમવાર અને મંગળવારે થયેલી હિંસામાં અત્યાર સુધી 17 લોકોના મોત થયા છે અને 48 પોલીસ કર્મચારીઓ સહિત 200 લોકો ઘાયલ થયા છે. દિલ્હી પોલીસે કહ્યું કે, દિલ્હીના ભજનપુરા, ખજૂરી ખાસ અને અન્ય વિસ્તારોમાં ફેલગ માર્ચ કરવામાં આવી હતી.
ગૃહપ્રધાન અમિત શાહે દિલ્હીની સ્થિતિને લઇને દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ, દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલ, દિલ્હી પોલીસના પ્રમુખ અમૂલ્ય પટનાયક અને અન્ય અધિકારીઓની સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં નક્કી થયું કે, રાજકીય પાર્ટીઓના કાર્યકર્તાઓએ શાંતિ માટે સાથે આવવું જોઇએ.