સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ જણાવ્યું છે કે, સ્કૂલે જતા બાળકો માટે બપોરનું ભોજન કાનૂની અધિકાર છે. તેમ છતાં અનેક રાજયોમાં આ યોજનાને એ ગંભીરતાથી લાગૂ કરવામાં આવી નથી. દસ વર્ષ જૂની કેન્દ્ર સરકારના એક અધ્યયનમાં ખાત્રી કરવામાં આવી છે કે, આશરે 17 રાજ્યોમાં બાળકોને અડધું ભોજન આપવામાં આવે છે. કેગના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, નિરીક્ષણના અભાવે ખોરાકની ગુણવત્તા નબળી થાય છે. જોકે રાજ્ય સરકારો દાવો કરે છે કે, 11 લાખથી વધુ સ્કૂલમાં આશરે 9 કરોડ વિદ્યાર્થીઓ માટે કરોડો રુપિયાનો ખર્ચ કરવામાં આવે છે. જોકે ઉત્તર પ્રદેશમાં એવી ઘટનાઓ સામે આવી છે જેને જાણીને આપ પણ ચોંકી જશો. એક લીટર દૂધમાં પાણી ઉમેરીને 81 બાળકોને પીવડાવવામાં આવ્યું હતું.
દેશમાં આશરે ત્રણ-ચતુર્થાંશ બાળકો કુપોષણથી પીડિત છે. રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ અનુસાર 38 ટકા વસતી જરુર કરતાં ઓછું વજન ધરાવે છે. તેમને સ્વાદિષ્ટ અને સંતુલિત ભોજન મળતું નથી. હાલમાં જ કરવામાં આવેલા એક સર્વે અનુસાર જો તેમને બપોરે યોગ્ય ભોજન આપવામાં આવે તો (ભાત અને રોટલીની જગ્યાએ પ્રોટીન યુક્ત ભોજન) તેમની શારીરિક વૃદ્ધિમાં આશરે 50 ટકાનો વધારો થઈ શકે છે.
- શું આપણે યોગ્ય પોષણ આપી રહ્યા છીએ?
ઈન્ટરનેશનલ ક્રોપ્સ રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ ફોર ધ સેમી-એરિડ ટ્રોપિક્સ અને અક્ષય પાત્ર દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવેલા સર્વે અનુસાર અનાજથી ભરપૂર ભોજન બાળકોને વધારે સારો અનુભવ કરાવી શકે છે. જે વિદ્યાર્થીએ ભાત અને સાંભાર ખાય છે, તેની સરખામણીમાં એવા વિદ્યાર્થીઓ જ બાજરામાંથી બનાવવામાં આવેલી ઈડલી, ખિચડી અને ઉપમા જવું ભોજન મેળવે છે તેમનામાં પોષકતત્વો વધારે પ્રમાણમાં જોવા મળે છે. આ સર્વે મોટા પ્રમાણમાં સુધારણાત્મક અને તાત્કાલિક કાર્યવાહીની જરૂરિયાત પર ભાર મૂકે છે.
વૈશ્વિક સ્તરે એ જોવા મળે છે કે, દર એક લાખ વ્યક્તિઓ માંથી લગભગ 178 સદસ્યો વાયરલ સંક્રમણથી પીડાય છે અને સરેરાશ આશરે 539 લોકો જીવનશૈલીના વિકારથી પીડાય છે. ભારતમાં આ પ્રકારનો મૃત્યુની સંખ્યા ક્રમશ: 253 અને 682 છે. રોજીંદા આહારમાં બાજરાનો ઉપયોગ કરીને સમાધાન સુચવવામાં આવે છે, જેથી નાની ઉંમરમાં ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓનું સમાધાન કરી શકાય. વિશેષ કરીને એવા સમયે જ્યારે ખનપાનની આદતોમાં પહેલા કરતાં બદલાવ જોવા મળી રહ્યો છે.
'નીતિ આયોગ' એ દાવાની જોરદાર તરફેણ કરે છે કે, રોજીંદા આહારમાં બાજરો, મસૂર અને અનાજ જેવા કે ફિંગર મિલેટ, ફોક્સટેલ અને મસૂરનો વધુમાં વધુ ઉપયોગ કરવો જોઈએ. તે સગર્ભા સ્ત્રીઓમાં રોગના ગંભીર લક્ષણો ઘટાડી શકે છે અને બાળકોમાં વિકાસની શક્યતામાં વધારો કરી શકે છે.
ભારતમાં, જે એક સમયે અનાજના ઉપયોગ માટે જાણીતો હતો, ત્યાં હવે ચોખા અને ઘઉંનો વપરાશમાં છેલ્લા કેટલાક દાયકાઓથી વધારો થયો છે. મધ્યાહ્ન ભોજન યોજનામાં પણ વધુ ચોખા અને ઘઉંનો વપરાશ વધારે થાય છે. જોકે, માનસિક અને શારીરિક વિકાસ માટે બાળકો માટે મધ્યાહ્ન ભોજન યોજનામાં બાજરાનો ઉપયોગ ઘણો જરુરી છે. પૌષ્ટિક ખોરાક અને સારા શિક્ષણના અધિકાર માટે લાખો નવજાત શિશુઓની દુર્દશાને સુધારવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. અન્યથા તે ભારતની પ્રતિષ્ઠાને અનુકૂળ નહીં હોય. સમગ્ર દેશની દુર્દશાને દૂર કરવાની પહેલ માટે મધ્યહ્ન ભોજનમાં બાજરા યુક્ત આહારને શામેલ કરવા માટે ઝડપી અને તાત્કાલિક પગલાં લેવા જોઈએ.
દેશમાં 14 મિલિયન હેક્ટર ખેતીમાંથી લગભગ ત્રણ-ચતુર્થાંસ વરસાદ પર આધારીત ખેતી છે. દર વર્ષે ચોમાસુ અને શિયાળુ સીઝનમાં એક બિન-ઈકોલોજીકલ સંતુલન રહે છે, જેના કારણે ખેતી પ્રભાવિત થાય છે. પરિણામે ખેડૂતોની આવકમાં ઘટાડો થાય છે. ડાંગર અને શેરડી જેવા પાકનું વાવેતર કરતા ખેડૂતોને પાણીની જરૂર પડે છે અને આ પાણી ન તો જમીનમાંથી મળે છે અને ન વરસાદ દ્વારા. દેખીતી રીતે જ ઓછા વરસાદમાં બાજરીનું વાવેતર ખેડૂતોને મોટી રાહત આપી શકે છે. સાથે જ જુવારની ખેતી પણ કરી શકાય છે.
વર્ષ 2020 સુધીમાં કર્ણાટક તેની મધ્યાહ્ન ભોજન યોજનામાં અનાજને શામેલ કરવાની તૈયારી કરી રહ્યું છે. અક્ષય ચેરિટેબલ ફાઉન્ડેશન જે બાર રાજ્યના 16 લાખથી વધુ બાળકોને ઘઉં અને ચોખામાંથી બનાવેલ ખોરાક પૂરો પાડે છે, તેનું જણાવવું છે કે, તેઓ બાજરીવાળો ખોરાક આપવા માટે તૈયાર છે જો સરકાર તેને કાચા અનાજ પ્રદાન કરે. જો આ પ્રણાલીને આખા દેશમાં અપનાવવી હોય તો, કૃષિ ક્ષેત્રને વધારવું પડશે. અનાજનું વાવેતર વધારવા પર ભાર મૂકવો પડશે. આંગણવાડી અને છાત્રાલયમાં ખાદ્ય પદાર્થને બદલવા માટે કામગીરી કરવી પડશે. નરેન્દ્ર મોદી સરકારે વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનું વચન આપ્યું છે. જો સરકાર ખેડૂતો દ્વારા પૂરા પાડવામાં આવતા તમામ પ્રકારના અનાજ અને બાજરીના ટેકાના ભાવ પૂરા પાડવા માટે ફાળવણી પદ્ધતિમાં વધારો કરી શકે છે, તો તે તરફી ફાયદાનો સોદો હશે. ખેડૂતોની આવકમાં પણ વધારો થશે અને બાળકોના સ્વાસ્થ્યમાં પણ સુધાર થશે.