ન્યૂઝ ડેસ્ક:માઇક્રોસૉફ્ટે તેના યુઝર્સની સુવિધા માટે ટ્રાન્સલેટર એપ્લિકેશન અને સાઇટમાં પાંચ ભારતીય ભાષાઓનો સમાવેશ કર્યો છે. આ એપ્લિકેશનને જે નવી ભાષાઓનો સપોર્ટ મળ્યો છે તેમાં પંજાબી, ગુજરાતી, મરાઠી, કન્નડ અને મલયાલમ વગેરે શામેલ છે. માઇક્રોસૉફ્ટ ટ્રાન્સલેટરમાં આ બધી ભાષાઓને રિયલ ટાઇમમાં અનુવાદિત કરી શકાય છે.
માઇક્રોસોફ્ટે તેના ટ્રાન્સલેટરમાં ગુજરાતી સહિત પાંચ ભારતીય ભાષાઓના સમાવેશ કર્યો - માઇક્રોસૉફ્ટ ન્યૂઝ
માઇક્રોસૉફ્ટે તેના યુઝર્સની સુવિધા માટે પંજાબી, ગુજરાતી, મરાઠી, કન્નડ અને મલયાલમ એમ પાંચ ભારતીય ભાષાઓનો એપ્લિકેશન અને સાઇટમાં સમાવેશ કર્યો છે.
Microsoft
આ પાંચ નવી ભાષાઓના સમાવેશ સાથે, માઇક્રોસૉફ્ટ ટ્રાન્સલેટરને કુલ 10 ભારતીય ભાષાઓનો સપોર્ટ મળ્યો છે. માઇક્રોસૉફ્ટ ટ્રાન્સલેટરનો ઉપયોગ વેબસાઇટ સિવાય એન્ડ્રોઇડ અને આઇઓએસ બંને એપ્લિકેશનો પર થઈ શકે છે, કંપની ટૂંક સમયમાં માઇક્રોસૉફ્ટ ઑફિસ અને સ્વિફ્ટ કીબોર્ડ પર પણ આ આપવાની છે.
TAGGED:
latest tech news