નવી દિલ્હીઃ રાજીવ ગાંધી ફાઉન્ડેશનમાં ફંડિંગને લઇને સતત ઉઠી રહેલા પ્રશ્નોની વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મોટો નિર્ણય કર્યો છે. ગૃહ મંત્રાલય તરફથી એક કમિટી બનાવવામાં આવી છે, જે આ ફાઉન્ડેશનની ફંડિંગ, તેના દ્વારા કરવામાં આવેલા ઉલ્લંઘનની તપાસ કરવામાં આવશે. આ કમિટીની આગેવાની સિમાંચલ દાસ, સ્પેશિયલ ડિરેક્ટર કરશે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના પ્રવક્તા તરફથી બુધવારે આ વિશે ટ્વીટ કરીને જાણકારી આપવામાં આવી હતી. આ ટ્વીટમાં કહેવામાં આવ્યું કે, 'કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક અંતર-મંત્રાલય કમિટીનું ગઠન કર્યું છે, જો કે, રાજીવ ગાંધી ફાઉન્ડેશન, રાજીવ ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ અને ઇન્દિરા ગાંધી મેમોરિયલ ટ્રસ્ટની તપાસ કરશે.' આ તપાસમાં PMLA એક્ટ, ઇન્કમ ટેક્સ એક્ટ, FCRA એક્ટના નિયમોનું ઉલ્લંઘનની તપાસ કરવામાં આવશે. કમિટીની આગેવાની ઇડીના સ્પેશિયલ ડિરેક્ટર કરશે.
શું છે સમગ્ર વિવાદ?
ભારત અને ચીન વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે જ્યાર કોંગ્રેસ પાર્ટીએ કેન્દ્ર સરકાર પર હુમલો શરુ કર્યો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પલટવાર કરતા કોંગ્રેસને ઘેરી છે. ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જે.પી. નડ્ડા તરફથી આરોપ લગાવવામાં આવ્યો છે કે, રાજીવ ગાંધી ફાઉન્ડેશનને ચીનથી ફંડિંગ મળતી હતી. આ ઉપરાંત દેશ માટે જે પ્રધાનમંત્રી રાહત કોષ બનાવવામાં આવ્યો હતો, જેનાથી પણ યૂપીએ સરકારે પૈસા રાજીવ ગાંધી ફાઉન્ડેશનને આપ્યા હતાં. બીજેપીનો આરોપ હતો કે, 2005-08 સુધી PMNRF તરફથી રાજીવ ગાંધી ફાઉન્ડેશનને આ રકમ મળી હતી.
જો કે, જવાબમાં કોંગ્રેસ આ બધા જ આરોપોને નકાર્યા છે અને કહ્યું હતું કે, રાજીવ ગાંધી ફાઉન્ડેશન દેશનું ફાઉન્ડેશન છે અને તેનું કામ સેવા માટે કરવામાં આવ્યું છે. કોંગ્રેસે કહ્યું કે, રાજીવ ગાંધી ફાઉન્ડેશનને વર્ષ 2005-06માં PMNRFમાંથી 20 લાખ રુપિયાની રકમ મળી હતી. જેનો ઉપયોગ અંડમાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં રાહત કાર્યોમાં ખર્ચ કરવામાં આવ્યો હતો.