નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દેશવ્યાપી લોકડાઉનને લગતી એક સ્ટેન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસેઝર (SPO) જાહેર કર્યું છે. જેમાં જણાવાયું છે કે, લોકોની આવશ્યક ચીજવસ્તુઓ માટે નાની છૂટક દુકાન, રિટેલ શોપ અને ઇ-કોમર્સ કંપનીઓ દ્વારા સેવા ઉપલબ્ધ રહેશે.
કોરોના સંકટ: દેશમાં લોકડાઉન, ગૃહ મંત્રાલયે દુકાનદારોને આપ્યા દિશા-નિર્દેશ - વડાપ્રધાન નરેન્દ્ર મોદી
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દેશવ્યાપી લોકડાઉન અંગે એક સ્ટેન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસેઝર (SPO) જાહેર કર્યું છે. જેમાં ગૃહ મંત્રાલયે દુકાનો માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. જાણો સંપૂર્ણ સમાચાર

કેન્દ્રીય
ગૃહ મંત્રાલયે SPO જણાવ્યું છે કે, તૈયાર ખાદ્ય ચીજોનો સપ્લાય કરતી રેસ્ટોરન્ટ સહિતની આવશ્યક ચીજવસ્તુઓનો સપ્લાય કરનારને દેશવ્યાપી લોકડાઉનમાંથી મુક્તિ આપવામાં આવી છે. જેથી આ લોકો પોતાની શોપ કે, હોટલ ખુલ્લી રાખી જરૂરી ચીજવસ્તુઓનું વેચાણ કરી શકશે.
નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 24મી માર્ચના રોજ કોરોના વાઇરસ સામે લડવા દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી હતી.