દેવેન્દ્ર સિંહને હિઝબુલ આતંકવાદીઓ સાથે દિલ્હી જવાને લઈને પૂછપરછ કરવા પર 26 જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસ સમારોહ અથવા તો તેની પહેલા મોટા આતંકી કાવતરાને અંજામ આપવાના સંકેત મળ્યાં છે. તપાસકર્તાઓએ પૂછ્યું કે, તેઓ શા માટે શનિવારે ફરજ પરથી ગેરહાજર હતા અને તેણે રવિવારથી જ ચાર દિવસની રજા માટે કેમ અરજી કરી હતી?
DSP દેવેન્દ્રસિંહે રચ્યું હતું 26 જાન્યુઆરી માટે મોટું કાવતરૂં, રિપોર્ટમાં મળ્યા સંકેત - Special Police Office
નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના પોલીસ અધિકારી દેવેન્દ્રસિંહની ધરપકડના બે દિવસ બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયની વિભિન્ન એજન્સીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી પ્રારંભિક પૂછપરછનો રિપોર્ટ પ્રાપ્ત થયો છે. દેવેન્દ્ર સિંહને બહાદુરી માટે રાષ્ટ્રપતિનો પોલીસ પુરસ્કાર મળી ચૂક્યો છે, ત્યારે ઉલ્લેખનીય છે કે, દેવેન્દ્ર સિંહની 2 આતંકવાદીઓ સાથે શનિવારના રોજ ધરપકડ થયાં બાદ એજન્સીઓ સક્રિય થઈ ગઈ હતી.
સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ, રિપોર્ટને રિસર્ચ એન્ડ એનાલિસિસ (RAW), ઈન્ટેલિજન્સ બ્યૂરો (IB), નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) અને જમ્મુ-કાશ્મીર પોલીસની CIB વિંગએ તૈયાર કરી છે. આ બધી જ એજન્સીઓ સિંહની ધરપકડ કરાયા બાદ તેની પૂછપરછ કરી રહી હતી. આવું સિંહ દ્વારા આતંકવાદીઓને દિલ્હીમાં પહોંચાડવા માટે મદદ કર્યાની જાણકારી મળ્યા બાદ કરવામાં આવ્યું હતું.
દેવેન્દ્રસિંહને કુલગામ જિલ્લાના વાનપોહમાં હિજબુલ મુઝાહિદીવના આતંકવાદી નાવેદ બાબૂ અને તેમના સહયોગી આસિફ સાથે પકડવામાં આવ્યો હતો. બાબુ પર આરોપ છે કે, ગયા વર્ષે ઓક્ટોબર અને નવેમ્બરમાં દક્ષિણ કાશ્મીરમાં ટ્રક ડ્રાઈવરો અને મજૂરો સહિત 11 બિન-સ્થાનિક મજૂરોની હત્યામાં સામેલ થવાનો આરોપ છે. આ પહેલા બે આતંકવાદીઓને લઇ જતા ધરપકડ કરાયેલા નાયબ પોલીસ અધિક્ષક પી.દવિંદરસિંહના ઘરની સોમવારે પોલીસે ફરી તપાસ કરી હતી.