નવી દિલ્હીઃ કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે કાનુનનું ઉલ્લઘંન કરનાર 960 વિદેશી નાગરિકો વિરુદ્ધ કાનુની કાર્યવાહી કરવા દિલ્હી પોલીસ અને રાજ્યોની પીલસને નિર્દેશ કર્યો છે. તબલીગી જમાતમાં સામેલ થનારા 960 વિદેશી નાગરીકોને બ્લેક લિસ્ટમાં સામેલ કરી દેવાયા છે. આ સાથે તે લોકોના વિઝા પણ રદ કરી દેવાયા છે.
તબલીગી જમાતમાં સામેલ 960 વિદેશી નાગરિકોના વિઝા રદ - વિદેશી નાગરિકો
સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીએ જણાવ્યું કે, દેશમાં તબલીગી જમાત ગયેલા લોકોમાંથી 400 કેસ સામે આવ્યાં છે. કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે જમાતમાં સામેલ 960 વિદેશી નાગરિકો વિરુદ્ધ કાર્યવાહી કરવાનો દિલ્હી પોલીસ અને રાજ્યોની પોલીસને નિર્દેશ કર્યો છે.
આખું વિશ્વ કોરોનાની મહામારી સામે લડી રહ્યું છે. આ બિમારીનો વધારે ફેલાવો ન થાય તે માટે સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહ્યું છે. ભારતમાં પણ દિન પ્રતિદિન કોરોના સંક્રમિત લોકોની સંખ્યા વધી રહી છે. કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ લવ અગ્રવાલે કહ્યું કે, દેશભરમાં 400 એવા કોરોનાના સંક્રમિત કેસ છે, જેનો સંબંધ તબલીગી જમાત સાથે છે. મતલબ તે લોકો જમાતમાંથી આવ્યા બાદ કોરોનાથી પ્રભાવિત થયા છે.
આ સાથે જ સચિવે વધુમાં જણાવ્યું કે, સૌથી વધારે કેસ 173 તમિલાનાડુમાંથી સામે આવ્યાં છે. રાજસ્થાનમાં 11, અંદમાન નિકોબારમાં 9, દિલ્હીમાં 47, પુડૂચોરીમાં 2, જમ્મુ કાશ્મીરમાં 22, તેલંગાણામાં 33, આંધ્રપ્રદેશમાં 67 અને આસામમાં 16 કેસ સામે આવ્યાં છે.