નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસની સંખ્યામાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની એક મહત્વપૂર્ણ બેઠક મંગળવારે યોજાશે. આ બેઠકમાં તમામ જિલ્લા અધિકારીઓ, એસડીએમ અને આરોગ્ય વિભાગના વડાઓને બોલાવાયા છે.
દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદીયાએ રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની બેઠક વિશે કહ્યું કે, મુખ્યત્વે કોરોના વાયરસનું સંક્રમણ શુ કોમ્યુનિટી સ્તરે થયું છે! આ અંગે ચર્ચા કરવામાં આવશે. જો સંક્રમણ કોમ્યુનિટી સ્તરે ફેલાયો છે, તો દિલ્હી સરકાર કોરોના વાઇરસ સામે લડવાની સંપૂર્ણ વ્યૂહરચનામાં ફેરફાર કરશે. તેમજ મહત્વનો નિર્ણય લેવામાં આવશે.
કોરોના સંદર્ભે દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદીયાની અધ્યક્ષતામાં મંગળવારે બેઠક યોજાશે - નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદીયાની અધ્યક્ષતામાં મંગળવારે બેઠક
રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની એક મહત્વપૂર્ણ બેઠક મંગળવારે યોજાશે. આ બેઠકમાં તમામ જિલ્લા અધિકારીઓ, એસડીએમ અને આરોગ્ય વિભાગના વડાઓને બોલાવાયા છે.
સિસોદિયાએ કહ્યું હતું કે, મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ આ બેઠકની અધ્યક્ષતામાં યોજાવાની હતી. પરંતુ તેને તાવ છે. તેથી, તે આ બેઠકમાં ભાગ લેશે નહીં. તેમણે મને તેમની જગ્યાએ મીટિંગનું અધ્યક્ષતા કરવા કહ્યું છે. તેથી તે આ બેઠકનું નેતૃત્વ કરી કોરોના વાઇરસ અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવશે.
દિલ્હીમાં કોરોનાના કેસોમાં જે રીતે વધારો થયો છે, તેના પર દિલ્હી સરકારના પ્રધાન ગોપાલ રાયે પહેલા જ કહ્યું હતું કે, હવે તેમાં કોઈ શંકા નથી કે કોરોના કોમ્યુનિટી સ્તરે ફેલાયો નથી.