રાજસ્થાન: દેશભરમાં લોકડાઉન છે ત્યારે લોકો ઘરની બહાર નીકળવા ઉત્સુક છે. બીજી તરફ બાળકો ઘરે રહીને લોકોને કોરોનાથી બચવાનો સંદેશો આપી રહ્યાં છે.
રાજસ્થાનમાં રામાયણના પાત્રો ભજવીને બાળકોએ કોરોનાથી બચવાનો સંદેશો આપ્યો - રાજસ્થાન કોરોના અપડેટ
દેશભરમાં લોકડાઉન છે ત્યારે લોકો ઘરની બહાર નીકળવા ઉત્સુક છે. બીજી તરફ બાળકો ઘરે રહીને લોકોને કોરોનાથી બચવાનો સંદેશો આપી રહ્યાં છે.
હાલમાં ટીવી પર પ્રસારિત રામાયણની અસર બાળકો પર દેખાઈ રહી છે. નાના બાળકો ઘરે રહીને રામાયણના પાત્રોનો ગેટઅપ કરીને મનોરંજન કરી રહ્યાં છે અને સોશિયલ મીડિયા પર વીડિયો બનાવીને મૂકે છે, તેમજ લોકોને કોરોનાથી બચાવ અંગેની માહિતીથી વાકેફ કરી રહ્યા છે.
ચુરુ એસ.પી. દ્વારા ચુરુ નિવાસીઓ માટે ઓનલાઇન સ્પર્ધા યોજવામાં આવી છે આ સ્પર્ધામાં બાળકો વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા ભાગ લઈ શકશે. જે અંતર્ગત સરદારશહેરના વોર્ડ 20ની અંદર રહેતા એક જ પરિવારના બાળકો દ્વારા રામાયણના ગેટઅપમાં પસાર થતા લોકોને કોરોનાથી બચવી અંગે માહિતી આપે છે.