ગુજરાત

gujarat

ETV Bharat / bharat

માનસિક રીતે બિમાર અને બેઘર લોકોની સારવાર અંગેની અરજી પર સુનાવણી, જવાબ રજૂ કરવા હાઇકોર્ટનો ICMRને આદેશ - આઇસીએમઆર

દિલ્હીના શાહરદા સ્થિત માનસિક આરોગ્યશાળાએ કહ્યું કે, માનસિક રૂપથી બીમાર અને બેઘર લોકો પણ કોરોના ટેસ્ટ માટે હકદાર છે. આ મામલે સુનાવણી કરતા દિલ્હી હાઇકોર્ટે ICMRને 24 જુલાઇ સુધીમાં જવાબ આપવા માટે આદેશ આપ્યો છે.

delhi news
દિલ્હી હાઇકોર્ટ

By

Published : Jul 9, 2020, 5:03 PM IST

નવી દિલ્હીઃ દિલ્હીના શાહરદા સ્થિત માનસિક આરોગ્યશાળા ઇહબાસે કહ્યું કે, માનસિક રૂપથી બીમાર અને બેઘર લોકો કોરોના ટેસ્ટને સિવાય પણ બીજા ઇલાજ માટે હકદાર છે. ઇહબાસે કહ્યું કે, બીમાર અને બેઘર લોકોને કોરોના સંક્રમણનો ખતરો વધારે છે. ચીફ જસ્ટિસ ડી.એન. પટેલ અધ્યક્ષતાની બેન્ચે ICMRને 24 જુલાઇ સુધીમાં જવાબ આપવા માટે આદેશ આપ્યો છે. આ સુનાવણી દરમિયાન ઇહબાસે કહ્યું કે, તેમની હૉસ્પિટલે બેઘર માનસિક લોકોનો ઇલાજ બીજી હૉસ્પિટલની સરખામણીમાં વધારે કર્યો છે.

ઇહબાસે કહ્યું કે, બેઘર અને માનસિક લોકોના ઇલાજમાં સૌથી મોટી મુશ્કેલીમાં તેમનો ફોટો, ઓળખકાર્ડ અને મોબાઇલ નંબર નથી. પરંતુ માનસિક રીતે બીમાર લોકોને સાફ-સફાઇ અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં મુશ્કેલી પડે છે. જેને લઇને તેમને ઇલાજ માટે ભરતી કરવા એ પડકારજનક કાર્ય છે. ઇહબાસે વધુમાં કહ્યું કે, સ્વાસ્થ્ય અનુસંધાન વિભાગ અને સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા ICMRના દિશાનિર્દેશો અનુસાર ફોટો, ઓળખપત્ર અને મોબાઇલ નંબર અનિર્વાય છે.

ICMRથી કોર્ટે નારાજગી દર્શાવી

ઇહબાસની આ દલીલ બાદ કોર્ટે ICMR વિરુદ્ધ નારાજગી દર્શાવી હતી. સુનાવણી દરમિયાન અરજદારના વકીલ ગૌરવ કુમાર બંસલે કહ્યું કે, ICMRએ સોગંદનામામાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે, તે બેઘર અને માનસિક રૂપથી બીમાર લોકોનો ઇલાજ કરવામાં નિષ્ફળ છે. ત્યારબાદ કોર્ટે ICMRને વિસ્તૃત રીતે સોગંદનામું રજૂ કરવા આદેશ કર્યો હતો.

માનસિક રૂપે બીમાર લોકોની દેખભાળ કરવી દિલ્હી સરકારની જવાબદારી

અરજીમાં કહેવામાં આવ્યું છે કે, માનસિક રૂપે બીમાર લોકો સમાજમાં તિરસ્કૃત છે. આ સમુદાયને સમાજ અને સરકારના સહયોગની જરૂર છે. કોરોનાની વર્તમાન સ્થિતિમાં સરકારે પણ માનસિક રૂપથી બીમાર અને બેઘર લોકોના ઇલાજ માટે યોજના બનાવી લાગુ કરવી જોઇએ. અરજીમાં વધુ જણાવાયું છે કે, મેન્ટલ હેલ્થકેર એક્ટની કલમ 3(3) મુજબ માનસિક રૂપથી બીમાર લોકોની દેખભાળ કરવી એ દિલ્હી સરકારની જવાબદારી છે.

ABOUT THE AUTHOR

...view details