SCOના રાષ્ટ્રાધ્યક્ષ પરિષદના બિશ્કેક ઘોષણાપત્ર મુજબ, સભ્યોએ દેશની આ વાત પર ભાર આપ્યો છે કે, આતંકવાદ અને કૃત્યોને સાચું ગણાવી શકાય નહીં. જેથી રાષ્ટ્રના સભ્ય આતંકવાદને દરેક રીતે વખોડે છે.
ભારત સહિત SCOના દરેક સભ્ય દેશે આતંકવાદને વખોડ્યું
બિશ્કેકઃ ભારત અને શાંઘાઈ સહયોગ સંગઠનના અન્ય સભ્યોએ આતંકવાદને દરેક રીતે વખોડ્યું છે. સાથે જ તેઓને આંતરરાષ્ટ્રીય સમુહથી આતંકવાદ સામે લડવામાં સહયોગ આપવા અપીલ પણ કરી હતી.
ભારત સહિત SCOના સભ્યોએ આતંકવાદને વખોળ્યું
વધુમાં જણાવી દઇએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ SCO શિખર સંમેલનમાં શુક્રવારે હાજરી આપી હતી. SCO ચીનની આગેવાની હેઠળના આઠ દેશોની આર્થિક અને સલામતી જૂથ છે. ભારત અને પાકિસ્તાનને આ જૂથમાં 2017માં સામેલ કરવામાં આવ્યા હતા. ચીન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, રશિયા, તજિકિસ્તાન અને ઉઝ્બેકિસ્તાન SCOના અન્ય સભ્ય છે.
સભ્યો દેશોને વૈશ્વિક સમુદાયને આ અપીલ પણ કરી છે કે, આંતરરાષ્ટ્રીય આતંકવાદ પર વ્યાપક સંમેલન પર સર્વસંમતિની દિશામાં કામ કરે.