છેલ્લા કેટલાક દિવસથી જમ્મુ કાશ્મીરમાં રાજકીય અને સુરક્ષાની રીતે ધરખમ ફેરફાર કરાયા હતાં. સરકારને એક-એક પગલાંની સાથે જમ્મુમાં ઉત્તેજના વધતી હતી. ગઈકાલે કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન મહેબૂબા મુફ્તી, પૂ્ર્વ મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લા અને સજ્જાદ લોનને નજરબંધ કરાયા હતાં.
જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તી અને ઓમર અબ્દુલ્લાની અટકાયત - કલમ 370
શ્રીનગર: જમ્મુ કાશ્મીરમાં 370 કલમ હટાવવાની સાથે કેન્દ્ર સરકારે કડક પગલાં પણ ભર્યા છે. ગઈકાલથી જ સરકારે પૂર્વ મુખ્યપ્રધાન મહેબૂબા મુફ્તી, ઓમર અબ્દુલ્લા, સજ્જાદ લોન સહિતના નેતાઓને નજરબંધ કર્યા હતા. પરંતુ રાજ્યસભામાં જમ્મુ કાશ્મીર પૂર્ન:ગઠન બિલ પાસ થયાની સાથે જ સરકારે આ નેતાઓની અટકાયક કરી છે. આ સાથે જમ્મુ કાશ્મીરનું રાજકારણ ગરમાયું છે.
![જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તી અને ઓમર અબ્દુલ્લાની અટકાયત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4051082-thumbnail-3x2-mah.jpg)
આ બાજુ અમિત શાહે રાજ્યસભામાં જમ્મુ કાશ્મીર પૂર્ન:ગઠન બિલ રજુ કર્યુ હતું. બિલ પાસ થવાની સાથે જ જમ્મુ કાશ્મીરમાં નજરબંધ રખાયેલા ત્રણેય નેતાઓની ધરપકડ કરાઈ છે. હાલમાં મહેબૂબા મુફ્તીને ગેસ્ટ હાઉસ લઈ જવાયા છે. બિલ પાસ થયા બાદ તરત જ સરકારે આ એક્શન લીધો છે.
ઉલ્લેખનીય છે કે, જ્યારથી જમ્મુ કાશ્મીરમાં હલચલ શરુ થઈ હતી ત્યારથી મહેબૂબા મુફ્તી અને અન્યા નેતાઓ કેન્દ્ર સરકાર સામે સવાલો ઉઠાવી રહ્યા છે. કેન્દ્ર સરકારનો આ નિર્ણયનું ભયંકર પરિણામ આવશે તેવા નિવેદનો આપી રહ્યા છે. જેથી જમ્મુમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે.