શ્રીનગરઃ અધિકારીઓએ મંગળવારે માહિતી આપી કે, જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન મહબૂબા મુફ્તીને જેલમાંથી તેમના નિવાસ સ્થાને મોકલી દેવામાં આવ્યાં છે. જો કે, પબ્લિક સેફ્ટી એક્ટ(PSA) હેઠળ તે હજૂ પણ અટકાયતમાં રહેશે.
મુફ્તીને સ્થાનાંતરિત કરવાનો આદેશ જમ્મુ-કાશ્મીરના ગૃહ વિભાગ દ્વારા આપવામાં આવ્યો છે. 60 વર્ષીય મુફ્તીની ગત 5 ઓગસ્ટના રોજ અટકાયત કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ 6 ફેબ્રુઆરીના રોજ PSA હેઠળ તેમના વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.