શ્રીનગર: પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના અધ્યક્ષ અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ મહેબૂબા મુફ્તીએ આજે ગુરુવારે દક્ષિણ કાશ્મીરના બિજબેહડામાં સ્થિત તેના પિતા મુફ્તી મોહમ્મદ સૈયદની કબ્રની મુલાકાત લઈને તેને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
જમ્મુ-કાશ્મીર: પૂર્વ સીએમ મહેબૂબા મુફ્તીએ તેના પિતાની કબ્ર પર જઈ શ્રદ્ધાંજલિ અર્પણ કરી - Mehbooba Mufti
પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના (PDP) અધ્યક્ષ અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ મહેબૂબા મુફ્તીએ આજે ગુરુવારે દક્ષિણ કાશ્મીરના બિજબેહડામાં સ્થિત તેના પિતા મુફ્તી મોહમ્મદ સૈયદની કબ્રની મુલાકાત લઈને તેને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
![જમ્મુ-કાશ્મીર: પૂર્વ સીએમ મહેબૂબા મુફ્તીએ તેના પિતાની કબ્ર પર જઈ શ્રદ્ધાંજલિ અર્પણ કરી મહેબૂબા મુફ્તી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9184282-thumbnail-3x2-mufti.jpg)
રાજ્યના પૂર્વ સીએમ અને PDPના અધ્યક્ષ મહેબૂબા મુફ્તીને 5 ઓગસ્ટ 2019ના રોજ પ્રદેશ પ્રશાસને સાવચેતીના પગલા રૂપે નજર કેદ કરવામાં આવ્યા હતા. તેને લગભગ 434 દિવસ પછી મુક્ત કરવામાં આવ્યા હતા.
નજર કેદમાંથી મુક્ત થયા બાદ મહેબૂબા મુફ્તીએ ગુપકર માર્ગ પરના તેના સરકારી નિવાસ સ્થાને PDPના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં કાશ્મીરના એક વર્ષના રાજકીય ઘટનાક્રમ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં પક્ષના સંગઠનાત્મક માળખાને મજબૂત કરવા, કેડરને એકત્રીત કરવા અને જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન કાયદાની વિરુદ્ધ સામાન્ય લોકોને તૈયાર કરવા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.