ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આર્ટીકલ 35-A બચાવવા માટે જેલ જવા તૈયાર: મહેબૂબા મુફ્તી - નેશનલ કોન્ફ્રન્સ

શ્રીનગર: જમ્મુ કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન તેમજ પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) પ્રમુખ મહેબૂબા મુફ્તીએ રવિવારના રોજ કહ્યું કે, તેઓ આર્ટીકલ 35-A રક્ષા માટે જેલ જવા પણ તૈયાર છે. જે આ રાજ્યને વિશેષ દરજ્જો આપે છે. પીડીપીના સ્થાપના દિવસ પર પાર્ટીના કાર્યકર્તાઓએ મહેબૂબા મુફ્તીએ કહ્યું કે, 'જે કોઈ આર્ટીકલ 35-Aમાં ફેરફાર કરવાના પ્રયત્નો કરી રહ્યા છે તેઓ ડાયનામાઈટ સાથે રમી રહ્યા છે. આના પરીણામો વિનાશકારી હશે, જેને કોઈપણ નિયંત્રિત કરી શકશે નહી.'

mehbooba mufti

By

Published : Jul 28, 2019, 6:30 PM IST

તેઓએ કહ્યું કે, તેમની પાર્ટી રાજ્યના વિશેષ દરજ્જાના સંરક્ષણ માટે પર્વતની જેમ ઉભી રહેશે અને આર્ટીકલ 35-Aની રક્ષા માટે તેઓ જેલ જવા પણ તૈયાર છે.

મુફ્તીએ ભૂતપૂર્વ મુખ્યપ્રધાન તેમજ નેશનલ કોન્ફ્રન્સના ઉપપ્રમુખ ઉમર અબ્દુલ્લાની આલોચના કરી. ઉમર અબ્દુલ્લાએ કહ્યું હતું કે, આર્ટીકલ 35-A પર સુપ્રીમ કોર્ટના નિર્ણયને એનસી દ્વારા સ્વીકાર કરવામાં આવશે.

મહેબુબા મુફ્તીએ કહ્યું કે, આર્ટીકલ 35-A સાથે કોઈપણ પ્રકારની છેડછાડને જમ્મુ કાશ્મીરના લોકોને સ્વીકાર્ય નહીં હોય.

ABOUT THE AUTHOR

...view details