મહબૂબા મુફ્તીએ કેન્દ્ર સરકારને આડે હાથે લેતા કહ્યુ હતું કે, યાત્રિકો, પર્યટકો, અને વિદ્યાર્થીઓને કાશ્મીર છોડવાનું કહેવાયુ છે. કાશ્મીરીઓને રાહત આપવાનો કોઈ પ્રયત્ન નથી થઈ રહ્યો. રવિવારે મહબૂબા મુફ્તી પ્રાદેશિક પાર્ટીઓ સાથે બેઠક કરવાના હતાં. પરંતુ રાજ્યની પોલીસે તમામ હોટલોને એડવાઈઝરી જાહેર કરી રાજકીય બેઠકો રદ કરવાની સુચના આપી હતી.
મહબૂબા મુફ્તીનો PMને સવાલ, ક્યાં ગઈ ઈન્સાનિયત, કશ્મીરિયત અને જમ્હુરિયત? - કલમ 370
શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરની હલચલ મુદ્દે પૂર્વ મુખ્યપ્રધાન મહબૂબા મૂફ્તીએ ચિંંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યુ કે, ઘાટીમાં ડરનો માહોલ છે. તેમણે સવાલ ઉઠાવ્યો છે કે, આ બધુ કાશ્મીરમાં કેમ થઈ રહ્યુ છે. તેમણે એવો પણ આરોપ મુક્યો છે કે કાશ્મીરોને રાહત આપવાની કોશિશ નથી થઈ રહી. આ સાથે મહેબૂબા મુફ્તીએ મોદી ઉપર નિશાન સાધતા જણાવ્યુ છે કે, 'ક્યાં ગઈ ઈન્સાનિયત, કશ્મીરિયત અને જમ્હુરિયત'
આ અંગે મહબૂબા મુફ્તીએ કહ્યુ હતું કે, 'કેન્દ્ર સરકારે આ અંગે સ્પષ્ટતા કરવી જોઈએ. અમે તમામ પ્રાદેશિક પક્ષોએ બેસીને ચર્ચા કરવાનું વિચાર્યુ હતું. આ માટે અમે હોટલમાં બેસવાનું નક્કી કર્યુ હતું. પરંતુ હવે અમારે હોટલના બદલે ઘરમાં બેઠક કરવી પડશે. તેમણે ઉમેર્યુ હતું કે, ફારુક અબ્દુલ્લા સાથે તેમની વાત થઈ હતી. તેમની તબિયત સારી નથી. પરંતુ ઉમર અબ્દુલ્લા આવશે. તેમણે કહ્યુ કે, કેન્દ્ર સરકાર જે કરવા જઈ રહી છે તે સમગ્ર દેશ માટે ખતરનાક હશે.'
મહબૂબા મુફ્તીએ ફરી એકવાર 35A અને 370 કલમ અંગે કડક શબ્દોમાં ચેતવણી આપી હતી કે, ' અમે આ દેશના લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો કે જો 35A અને 370 કલમ સાથે છેડછાડ થશે તો તેનુ ગમે તે પરિણામ આવી શકશે. અમે અપિલ કરી છે પરંતુ કેન્દ્ર સરકાર પાસેથી કોઈ આશ્વાસન મળ્યુ નથી'