PM મોદીએ કઠુઆમાં એક રેલીમાં અબ્દુલ્લા અને મુફ્તી પરિવારો પર આ કહેતા પ્રહાર કર્યા હતા કે, બંને પરિવારોએ જમ્મુ કાશ્મીરાની ત્રણ પેઢીઓને બર્બાદ કરી દીધી અને તે ભારતને તોડવા નહી દે.
PM મોદીએ કહ્યું હતું કે, અબ્દુલ્લા પરિવાર અને મુફ્તી પરિવારે જમ્મુ કાશ્મીરની ત્રણ પેઢીઓના જીવનને નષ્ટ કરી દીધી. જમ્મુ કાશ્મીરના ઉજ્વળ ભવિષ્ય તેમના હટયા બાદ જ સુનિશ્વિત કરી શકાય છે. મોદીએ કહ્યું હતું કે, મને જેટલો ખરાબ કહેવો હોય તેટલો કદી દો, પરંતુ મોદી દેશને તોડવા નહી દે. PM મોદીએ કહ્યું હતું કે રાજ્યના સારા ભવિષ્ય માટે તેમને સત્તામાંથી બહાર કરવાની જરૂર છે.